- દેવભૂમિ દ્વારકા: માળી ગામે પિતા પુત્રનો આપઘાત
- યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત
- પુત્રના મૃતદેહને જોઇ પિતાને લાગ્યો આઘાત
- પિતા,પુત્ર આપઘાતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ
Devbhoomi Dwarka News:ગુજરાતમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવમાં હાલ દેવભૂમિદ્વારકામાંથી આપઘાતની ઘટનાથી આખું ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહીં પુત્રના આપઘાત એક પિતાએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
બન્યું એવું કે, દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા દેવાણંદભાઈ ઓઘડભાઈ જામ નામના 26 વર્ષના ગઢવી યુવાને કોઈ કારણોસર ગઈકાલે અનાજમાં નાખવાના ઝેરી દવા ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ યુવાનના મૃતદેહને માળી ગામે લઈ જવામાં આવતા તેના 60 વર્ષીય પિતા ઓઘળભાઈ લખમણભાઈ જામને મનમાં લાગી આવતા તેમણે પણ પુત્રનો માર્ગ અપનાવીને અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેથી તેમને પણ ગંભીર હાલતમાં ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન
આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત