ગળાના પાછલા ભાગમાં સોજો થવાથી ગળામાં દુખાવો, ખંજવાળ અથવા હળવી ઉધરસ થાય છે. ગળામાં સોજો વાયરસથી પણ થાય છે – જેમ કે ફ્લૂ અથવા સામાન્ય શરદી. તે થોડા દિવસોમાં પણ ઠીક થઈ જાય છે. ગળામાં ચેપ અથવા બેક્ટેરિયાથી પણ સોજો થાય છે, જેના માટે ડોકટરો એન્ટિબાયોટિક્સ આપે છે. ગળામાં દુખાવો એ કોવિડ -19નું લક્ષણ પણ છે.
જો કોઈએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે તો તે રીપોર્ટ આવવા સુધીમાં આઇસોલેશનમાં રહીને આ ઉપાય અજ્માવીશાકે છે. મોટાભાગના લોકોમાં હળવા કોરોના વાયરસનાં લક્ષણો હોય છે. મેરીલેન્ડ યુનિવર્સિટીએ કોરોનાના લક્ષણો સામે લડવા માટે કેટલાક ઘરેલું ઉપાયોની રૂપરેખા આપી છે.
બહુ બધું પાણી પીવો. જે ડીહાઈડ્રેશન થી બચાવશે. ગળું ભેજવાળું રહેશે.
- તમે મધ સાથે નવશેકું પાણી, સૂપ અથવા ચા જેવા પીણા લઈ શકો છો. ગરમ પાણી અને ચા શ્વાસન માર્ગને ગરમ રાખે છે. ગળામાં અને ઉપલા શ્વાસન માર્ગમાં સુકાયેલો કફ હશે તો તેને પણ બહાર કાઢશે.
- ગરમ પાણીથી સ્નાન કરો. નાશ લો. તે ગળાના દુખાવાને ઘટાડશે.
- શરબ અથવા કોફી જેવા કોઈ પણ કેફીન યુક્ત પેય થી દુર રહો. તેનાથી ડીહાઇડ્રેશન થઈ શકે.
- એક કપ પાણીમાં અડધા ચમચી મીઠું નાખી ગરમ કરી કોગળા કરો. તે ગળામાં દુખાવો અને ખંજવાળથી રાહત મળશે. કોગળા દરમિયાન, ગળાની પેશીઓમાંથી વાયરસને બહાર કાઢવામાં મદદ કરે છે.