વડોદરા : શહેરની લકઝૂરિયસ હોટલના સૂપમાંથી મરેલી ગરોળી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી. આ લકઝૂરિયસ હોટલ તરસાલી હાઈવે ઉપર આવી છે. તરસાલી હાઈવે પર આવેલ જાણીતી હોટલમાં ગ્રાહકના સૂપમાંથી નીકળી મરેલી ગરોળી. આ જોતા જ ગ્રાહક અને તેના પરિવાર ચિંતિત થયો. ગ્રાહકે હોટલના મેનેજરને તમામ ઘટના જણાવતા તેમનો ઉધડો લીધો. મેનેજરે આ બનાવને લઈને ગ્રાહક અને તેના પરિવારની માફી માંગી. પરંતુ ગ્રાહકે કહ્યું કે માફી માંગવાથી શું થશે, અમારા પરિવારને કંઈ થયું તો જવાબદાર કોણ ? હોટલના સૂપમાંથી ગરોળી નીકળતા લકઝૂરીયસ હોટલની સુવિધા અને આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે. કે આખરે સ્વાસ્થ્ય ચેડા કરનાર આવી હોટલનો કેવી રીતે મંજૂરી મળે છે ?
View this post on Instagram
વડોદરાના હાઈવે પર આવેલ સર્વોત્તમ હોટલ અનેક મુસાફરો રોકાણ કરી ભોજનનો આનંદ લેતા હોય છે. હાઈવે પરની કેટલીક હોટલ એવી હોય છે જે જોઈને ગ્રાહક ત્યાં રોકાણ કરવાનું પસંદ કરે. તરસાલી હાઈવે પર આવેલ સર્વોત્તમ હોટલનો દેખાવ લકઝૂરિયસ જેવો છે પરંતુ સુવિધાના નામે મીડું કહી શકાય. તાજેતરમાં આ હોટલમાં ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઘટના બની. સર્વોત્તમ હોટલમાં પંજાબી, ચાઈનીઝ અને કાઠીયાવાડી જેવા તમામ પ્રકારના ડીશ આપવામાં આવે છે. હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં હોટલમાં એક ગ્રાહકના સુપમાં મરેલી ગરોળી નીકળી. ગ્રાહકે તાત્કાલિક આ અંગે મેનેજરને જાણ કરતા સમગ્ર બનાવને લઈને હોબાળો મચાવ્યો. ગ્રાહકે આ મામલે હોટલ મેનેજરનો ઉધડો લીધો. મેનેજરે માંફી માંગી પરંતુ ગ્રાહકે કહ્યું કે અમારા પરીવારના સદસ્યોએ કશું થયું તો કોણ જીમ્મેદાર ? આ ગ્રાહકનું ધ્યાન ગયું પરંતુ અગાઉ એવા કેટલા લોકો હશે જેઓ અજાણતા જ ગરોળી વાળું અળધુ સૂપ પી ગયા હશે ?
આજે લોકોમાં બહારનું ખાવાનો ક્રેઝ વધ્યો છે. મોટા શહેરોમાં વીકએન્ડના દિવસોમાં હોટલોમાં ભારે ભીડ જોવા મળે છે. અવારનવાર ખોરાકમાંથી વંદો, માખી કે જીવાત નીકળ્યાના બનાવો અનેક વખતા મીડિયામાં સામે આવ્યા છે. છતાં પણ લોકો બેફામરીતે હોટલો અને લારી પરનો ખોરાક ખાતા જોવા મળે છે. પ્રશાસન આ પ્રકારના બનાવ બનતા નામ પૂરતી કાર્યવાહી કરે છે. તેમજ ચકાસણીના નામે ધતિંગ થતા હોવાનું પણ દેખાય છે. જો કે કોર્પોરેશનની ફુડ સેફ્ટીની ટીમો તહેવારો નજીક આવતા ચેકીંગ હાથ ઘરે છે. ફૂડ હાઇજીન મેઈનટેઈન કરતી હોવાનો દાવો કરતી લકઝૂરીયસ હોટલો સુવિધામાં ઝીરો. તેમના રસોડામાં આટો મારો તો સાચી હકીકત ખબર પડે. આવી હોટલો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું ક્યારે બંધ કરશે ?
આ પણ વાંચો: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઇન્સની મહિલા પાસેથી 14 કરોડનું હેરોઇન પકડાયું
આ પણ વાંચો:ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ