Raju Srivastava Update: પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. બુધવારે જિમમાં વર્કઆઉટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો થકી માહિતી મળી રહી છે કે રાજુ શ્રીવાસ્તાજની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી, પરંતુ તેમની બગડતી હાલતને જોતા તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે તેમની તબિયત બુધવારની સરખામણીમાં વધુ ખરાબ થઈ છે.
રાજુ શ્રીવાસ્તવનો નજીકનો મિત્ર. ડૉ.અનિલ મુરારકા હાલમાં હોસ્પિટલમાં છે. કોમેડી કલાકારની તબિયતની સ્થિતિ વિશે જણાવતાં તેમણે જણાવ્યું કે, ‘હા, એ વાત સાચી છે કે અત્યારે તેમની તબિયતમાં કોઈ સુધારો નથી. તેમનું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી અને તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગઈકાલે તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે જ તબીબોએ તેમના હૃદયમાં બે સ્ટેન્ટ મૂક્યા હતા. પરંતુ હજુ સુધી સારવારનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો નથી. રાજુનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો છે. તેની પત્ની અને બાળકો અહીં છે.
ડૉ.અનિલે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજુની તબિયત હજુ બરાબર નથી. મેં ડોકટરો સાથે વાત કરી છે, તેઓએ કહ્યું છે કે આપણે સાંજ સુધી રાહ જોવી જોઈએ. આશા છે કે ત્યાં સુધીમાં સ્વાસ્થ્યમાં થોડો સુધારો થશે. જણાવી દઈએ કે, 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને હોટલના જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ટ્રેડમિલ પર ચાલી રહેલા રાજુ શ્રીવાસ્તવ અચાનક પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના પીઆરઓએ જણાવ્યું કે તેઓ નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં હોટલમાં જીમ કરતી વખતે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવ પહેલાથી જ હાર્ટ પ્રોબ્લેમથી પીડિત છે. આ પહેલા પણ રાજુ શ્રીવાસ્તવ બે વખત એન્જીયોપ્લાસ્ટી કરાવી ચૂક્યા છે. તેમને 10 વર્ષ પહેલા હૃદયની સમસ્યાને કારણે પહેલીવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી વખત 7 વર્ષ પહેલા રાજુને હૃદયની સમસ્યાને કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઉજવણી / વિવિધ સમાજની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી કરી મંગલકામના અને આપ્યા શુભાશિષ