મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં રેકોડ બ્રેક વધારો થવા પામ્યો છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૯૦૨ નવા કેસ નોધાવવા પામ્યા છે. તેમજ ૧૧૨ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના કેસનો આંક હવે ૨૬.૩૭ લાખ થયો છે. ત્યારે સરકાર દ્વારા જણાવ્યું છે કે આંકડો નહિ ઘટે તો વધુ કડક પગલા ભરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આંકડામાં રેકોડ બ્રેક વધારો થવા પામ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૩૬૯૦૨ કોરોનાના દર્દીઓ નોધાવવા પામ્યા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમજ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો ૨૬.૩૭ લાખ પહોચવા પામ્યો છે. મહારાષ્ટ્રમાં હજુ પણ ૫ થી ૬ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનનો ખતરો તોળાઈ રહ્યો છે. તેમજ સરકાર દ્વારા કહ્યું છે કે આંકડો નહિ ઘટે તો વધુ કડક પગલા ભરવાની પણ તૈયારી દર્શાવી છે.
મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા તા.૨૮ માર્ચથી રાત્રી કર્ફ્યું જાહેર કર્યો છે. તેમજ રાત્રે ૮ વાગ્યાથી તમામ મોલ પણ બંધ રાખવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.