માયાજાળ/ કોલથી લઈને હવાલા સુધીનું અદભુત નેટવર્ક સાગર ઠાકરે કેવી રીતે ઉભુ કર્યું

અમદાવાદ ઉપરાંત મુંબઈના થાણેમાં સંખ્યાબંધ કોલ સેન્ટરો ચલાવતો સાગર ઠાકર ઉર્ફે સેગી મધ્યમ પરિવારનો નબીરો છે. તેના પિતા બિઝનેસમેન હતા જ્યારે માતા ગૃહિણી હતી.

Mantavya Exclusive
YouTube Thumbnail 2 1 કોલથી લઈને હવાલા સુધીનું અદભુત નેટવર્ક સાગર ઠાકરે કેવી રીતે ઉભુ કર્યું

@નિકુંજ પટેલ 

અમદાવાદ ઉપરાંત મુંબઈના થાણેમાં સંખ્યાબંધ કોલ સેન્ટરો ચલાવતો સાગર ઠાકર ઉર્ફે સેગી મધ્યમ પરિવારનો નબીરો છે. તેના પિતા બિઝનેસમેન હતા જ્યારે માતા ગૃહિણી હતી. મુબંઈ નજીકના થાણેના નાલાસોપારામાં રહેતા સાગર ઠાકરે નાલાસોપારાની એક કોન્વેન્ટ સ્કૂલમાં ધો. 8 સુધી અભ્યાસ કર્યો હતો. બાદમાં તેણે મુંબઈની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેનું ફેમીલી અમદાવાદ શિફ્ટ થયું હતું.

અમદાવાદમાં જગદીશ કાનાણીના અનેક કોલ સેન્ટર ચાલતા હતા. દરમિયાન સાગર કાનાણીના સંપર્કમાં આવ્યો. કાનાણીના સંપર્કમાં આવ્યા બાદ સાગર તેની પાસેથી કોલ સેન્ટર કેવી રીતે ચાલે છે તે શીખ્યો. થોડા વર્ષ કાનાણી સાથે કામ પણ કર્યું. ઝડપથી પૈસાદાર થવા માંગતા સાગરે ત્યારબાદ પાછુ વળીને જોયું ન હતું.સાગરે નાના પાયે અમદાવાદ અને અમદાવાદ નજીકના થાણેમાં થોડા કર્મચારીઓ સાથે કોલ સેન્ટર શરૂ કર્યા. ધીમે ધીમે તેના સંપર્કો વધવા લાગ્યા. વિદેશમાં પણ તેણે અનેક લોકો સાથે સંબંધ બનાવ્યા.

65086521 કોલથી લઈને હવાલા સુધીનું અદભુત નેટવર્ક સાગર ઠાકરે કેવી રીતે ઉભુ કર્યું

ભેજાબાજ સાગર ઠાકરે સોશિયલ મિડીયા પર જાહેરાત આપીને સામાન્ય લાયકાત ધરાવતા યુવક યુવતીઓની ભરતી કરતો હતો. જોકે તેણે ગેરકાયદે કોલ સેન્ટરોમાં કામ અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. સાગરે કર્મચારીઓને અમેરિકાની ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ(આઈઆરએસ) માટે કામ કરવાનું હોવાનું જણાવ્ હતું. તેના કોલ સેન્ટરમાં કામ કરતા યુવકો પણ તેઓ આઈઆરએસ તરફથી કામ કરતા હોવાનું માનતા હતા. શરૃઆતમાં તેમને છ પાનાની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. ફેક કોલ કરવાની ફાવટ આવી ગયા બાદ આ યુવક યુવતીઓને બાદમાં થાણેના મીરા રોડ સ્થિત સાગરના ગેરકાયદે કોલ સેન્ટરમાં ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમાં વીઓઆઈપીનો ઉપયોગ કરીને યુએસના નાગરિકોને કેવી રીતે કોલ કરવા તે શીખવાડાયું હતું.

તે સિવાય તેમને યુએસના નાગરિકોને ધમકીભર્યા ફોન કરીને કેવી રીતે પૈસા વસુલવા તેની ટ્રેનીંગ આપવામાં આવી હતી. બાદમાં કોલર પોતે આઈઆરએસનો પ્રતિનિધી હોવાની ઓળક આપીને સ્ક્રિપ્ટ મુજબ વિદેશી નાગરિકોને ફોન કરતો હતો. ઉદાહરણ તરીકે કોઈ કોલર વિદેશી નાગરિકને ફોન કરે અને તે એમ કહે કે તેણે આઈઆરએસને પૈસા ભરી દીધા છે. તે સમયે કોલર તમે આઈઆરએસ સાથે છેતરપિંડી કરી છે કાર્ડ મારફતે પેમેન્ટ ચુકવવા જણાવાતું હતું. ઉપરાંત તમે ટેક્સના કાયદાનું ઉલંલંઘન કર્યું છે કહેતા નાગરિક ગભરાઈ જતો હતો. પોતે ફોનથી પેમેન્ટ કરી શકે છે એમ કહેતા કોલર તેમને પેમેન્ટ કેવી રીતે કરવું તે શીખવાડતો હતો. જેમાં કોલર તેમને કોર્ટ બહાર સમાધાન કરી લેવા દબાણ કરતો હતો. વિદેશી નાગરિક એમ કહે કે મારો એકાઉન્ટન્ટ પેમેન્ટ કરી દેશે તો કોલર ફેડરલ ગવર્મેન્ટ થર્ડ પાર્ટીને એલાઉ નથી કરતી, એમ કહેતો હતો. બાદમાં કોલર જેમ જણાવે તે રીતે વિદેશી નાગરિક પૈસા ભરી દેતો હતો.

FAKE CALL CENTRE SCAM MASTERMIND SAGAR THAKKAR @ SHAGGY ARRESTED IN MUMBAI: – A. K. Nandy's

દરમિયાન સાગરના અમેરિકા સ્થિત સહયોગીઓ 70 ટકા રકમ હવાલા ચેનલથી મોકલી દેતા હતા જ્યારે બાકીના 30 ટકા તેમને કમિશન પેટે આપવામાં આવતા હતા.આ પ્રકારે સાગર ઠાકરના કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ 100 થી વધુ કોલ કરતા હતા. જેમાં તેઓ 25 થી 30 કોલમા સફળ થતા હતા. કોલર વિદેશી નાગરિક પાસે 10 થી 20 હજાર ડોલરની માંગણી કરતા હતા. જોકે બાદમાં 3 થી 5 હજાર ડોલરમાં પતાવટ કરવામાં આવતી હતી.

કોલ સેન્ટરોની ભાડાની ઓફિસો માટે લાખો રૂપિયા ભાડામાં ચુકવતો સાગર તેના કર્મચારીઓને પણ મોટી રકમ પગાર પેટે ચુકવતો હતો. થાણેમાં ધમધમતા કોલ સેન્ટરોનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની પણ રસપ્રદ કહાની છે . મીરા રોડમાં ચાલતા એક કોલ સેન્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ કુતુહલવશ ઘુસ્યો તો ખરો પણ…


whatsapp ad White Font કોલથી લઈને હવાલા સુધીનું અદભુત નેટવર્ક સાગર ઠાકરે કેવી રીતે ઉભુ કર્યું


આ પણ વાંચો: China Nuclear Accident/ ચીનની ન્યુક્લિયર સબમરીન બની અકસ્માતનો શિકાર; 55 ખલાસીઓના મોત

આ પણ વાંચો: Asian Games 2023/ ભારતે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ

આ પણ વાંચો: Ayushman Bhava/ 70 હજારથી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, મહિલાઓ આગળ