ATM/ ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

ગ્રાહકને હેરાનગતિ થાય તો બેન્કને થઈ શકે છે 10,000 રૂપિયાનો દંડ

Trending Business
rupiya ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

ઘણી વખત ATMમાંથી આપણે નાણાં ઉપાડવા જઈએ ત્યારે ઘણી-ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણી વખત નોટો તેમાં ફસાઈ પણ જતી હોય છે તો ઘણી વખત આ નોટો ફાટી પણ જતી હોય છે. પરંતુ ઘણી વાર તો એવું પણ બને છે કે તમારી પાસે ફાટેલી નોટો પણ આવે છે.

ATMમાંથી તમે કોઈપણ સમયે રૂપિયા મેળવી શકો છો. જ્યારે પણ આપણી સાથે આવું બને તો ણા લોકો હવે આ ફાટેલી નોટ બદલવા એટલે કે Exchange કરવા જવી કે નહીં અથવા આ નોટનું શું કરવું તે અંગે મૂંઝવણમાં રહેતા હોય છે. આવા સંજોગોમાં તેઓ આ નોટ ઘરમાં જ રાખી મૂકે છે અથવા નુકસાન સાથે પણ અન્ય જગ્યાએથી આ પ્રકારની ફાટેલી નોટ બદલાવી લે છે. ત્યારે આવો આપને જણાવીએ ATMમાંથી જો ફાટેલી નોટ નીકળે તો તેનો નીકાલ કેવી રીતે કરવો?

તો આ માટે સૌથી પહેલાં આપ એ જાણી લો કે તમે આ નોટ બેન્ક પાસેથી બદલાવી શકો છો. અને તે માટે કોઈ પણ બેન્ક નોટ બદલવા માટે તમને ઇન્કાર નહીં કરી શકે. ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર ATMમાંથી જો ફાટેલી નોટ નીકળે તો કોઈપણ સરકારી અથવા ખાનગી બેન્કે ફરજિયાત તે નોટને બદલી આપવાની રહેશે. કોઈપણ બેન્ક તે ફાટેલી નોટને બદલી આપવાથી ઇન્કાર નહીં કરી શકે.

બેન્ક પાસેથી આપ ATMમાંથી નીકળેલી ફાટેલી નોટ બદલીને યોગ્ય નોટ લઈ શકો છો. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 2017માં ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં દરેક બેન્કે ગ્રાહકને ફાટેલી તથા ખરાબ નોટ બદલી આપવાની રહેશે. પરંતુ તેના માટે ગ્રાહકે તે માટેની સાચી માહિતી આપવાની રહેશે.

ફાટેલી નોટ કેવી રીતે બદલી શકાય? 

  •  જે ATMમાંથી આ પ્રકારની ફાટેલી કે ખરાબ નોટ પ્રાપ્ત થઈ છે, તે ATMની બેન્કમાં જઈને તે બેન્કમાં એક અરજી કરવાની રહેશે.
  • આ અરજીમાં જે દિવસે રૂપિયા કાઢવામાં આવ્યા હોય તે દિવસની માહિતી- જેમાં તારીખ, સમય અને ATMના લોકેશનની વિગત જણાવવાની રહેશે.
  • અરજી સાથે ATMમાંથી મળેલ તે રિસીપ્ટની કોપી પણ જમા કરાવવાની રહેશે.
  • જો તમારી પાસે તે રિસીપ્ટ નથી, તો મોબાઈલમાં મેસેજમાં પ્રાપ્ત થયેલી માહિતી આપવાની રહેશે.
  • બેન્કને અરજી આપ્યા બાદ એકાઉન્ટની માહિતી વેરિફાઈ કરવામાં આવશે.
  • જે બાદ જ બેન્ક આપને ફાટેલી અને ખરાબ નોટ બદલી આપશે.

ગ્રાહકને હેરાનગતિ થાય તો બેન્કને થઈ શકે છે 10,000 રૂપિયાનો દંડ
ફાટેલી નોટને તમે બેન્કમાં જઈ સરળતાથીબદલાવી શકો છો. પરંતુ જો આ ફાટેલી નોટ બદલવા માટે બેન્ક તરફથી વધુ રાહ જોવડાવવામાં આવે અથવા મનાઈ કરવામાં આવે તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો. ગ્રાહક સાથે આ પ્રકારનું વર્તન કરવા પર બેન્કે રૂ. 10 હજારનો દંડ ચૂકવવો પડશે.

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે