ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સરેરાશ વરસાદ 868.6 મીમી થવાની સંભાવના છે. IMD અનુસાર, વર્ષ 1971-2020ના સમયગાળા માટે 87 સે.મી.ના લાંબા ગાળાની સરેરાશ (LPA)ના 96 થી 104 ટકા વરસાદની ધારણા છે.
IMDએ જણાવ્યું હતું કે, “ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિઝન માટે 1971-2020 ના આધારે 868.6 મીમી વરસાદ થવાની ધારણા છે. જ્યારે 1961-2010ના સમયગાળામાં સરેરાશ વરસાદ માત્ર 880.6 મીમી હતો. દરમિયાન, 1971-2020 પર આધારિત સરેરાશ વરસાદ હવે 1160.1 મીમી થશે, જે અગાઉના 1176.9 મીમી (1961-2010ના આધારે)ના સરેરાશ વરસાદની સરખામણીમાં છે.
IMD એ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, ઉત્તર દ્વીપકલ્પ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારો તેમજ હિમાલયની તળેટી અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગો, ઉત્તરપશ્ચિમ ભારતના ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પના દક્ષિણ ભાગોમાં ‘સામાન્યથી નીચે’ વરસાદની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ગયા વર્ષના ડેટાને જોતા, દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે IMDની આગાહી મહદઅંશે સાચી હતી, ઓગસ્ટ સિવાય, જ્યાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આખરે દબાયેલું જોવા મળ્યું હતું.
તેમણે કહ્યું કે જો 2021માં વરસાદ જોવામાં આવે અને જૂનથી સપ્ટેમ્બરની સામાન્ય આગાહી સાથે સરખામણી કરવામાં આવે તો તે ઘણી હદ સુધી સાચો હોવાનું જણાયું હતું. તેમણે કહ્યું કે IMD આ વર્ષે મેના છેલ્લા સપ્તાહમાં દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે અપડેટેડ આગાહી પણ જારી કરશે.
આ પણ વાંચો:જનતાને મળી શકે છે ભેટ, CM ભગવંત માને ટ્વિટ કરીને કહ્યું, 16 એપ્રિલે કરશે મોટી જાહેરાત
આ પણ વાંચો:બિહારમાં પણ બદલાશે કોંગ્રેસના કેપ્ટન, મદન મોહન ઝાએ આપ્યું રાજીનામું