દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર
- તિથિ – દશેરા
- રાશિ – મકર (ખ,જ) બપોરે 3.26 પછી કુંભ (ગ,શ,ષ,સ)
- નક્ષત્ર – ધનિષ્ઠા
- યોગ – ગંડ
- કરણ – કૌલવ
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – 9.30 થી 10.57
- શસ્ત્ર, વાહન, ઓજાર વગેરેનું પૂજન કરવું
- બપોરે 2.18 થી 3.04 મિનિટ સુધી વિજય મુહૂર્ત છે
- બપોરે 3.16થી પંચકનો પ્રારંભ થાય છે
- રવિયોગ અને કુમારયોગ અહોરાત્ર છે
- શારદીય નવરાત્રિની પૂર્ણાહુતિ
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- શુભકાર્ય-ધર્મકાર્ય થાય
- ભાષા થોડી રાજકીય થાય
- વડીલો સાથે હળવા-મળવાનું રહે
- આવકની સાથે સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય
* વૃષભ (બ,વ,ઉ) –
- આરોગ્ય જાળવવું
- સ્વાર્થીપણું હાવી થઈ શકે
- પ્રેમમાં સંયમ રાખવો
- સરકારી નોકરીના યોગ છે
* મિથુન (ક,છ,ઘ) –
- વેપારમાં ભાગીદાર સાથે મતભેદ થઈ શકે
- મનમાં જુદી જુદી ગડમથલ ચાલ્યા કરે
- ઘરમાં મોડે સુધી ચર્ચા ચાલ્યા કરે
- ટૂંકમાં સીધી લીટીના કાર્ય કરવા
* કર્ક (ડ,હ) –
- નોકરીમાં આવકો વધે
- આરોગ્ય જળવાય
- મિત્રોથી લાભ
- શુભપ્રવાસ રહે
* સિંહ (મ,ટ) –
- આરોગ્ય જાળવજો
- આવકો વધારવા તમારા પ્રયત્નો રહે
- સફળતાના યોગ પણ છે
- જૂની મુશ્કેલી હલ થતી જણાય
* કન્યા (પ,ઠ,ણ) –
- શંકા-કુશંકાથી દૂર રહેજો
- ધન-સંપત્તિ પ્રાપ્ત થાય
- પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ રહે
- ઘરમાં રાચરચીલું વસાવાય
* તુલા (ર,ત) –
- સ્થાનાંતરના યોગ છે
- મનમાં થોડી વ્યથા રહે
- મોજશોખ વધુ થાય
- ખર્ચ ઉપર કાબૂ જાળવજો
* વૃશ્ચિક (ન,ય) –
- આજે મહેનત વધુ થાય
- જવાબદારીમાં ઉમેરો થાય
- વેપારમાં લાભ જણાય
- પ્રેમ સંબંધ મજબૂત થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- વાહન સંભાળવું
- વાહન ચલાવતા થોડી મુશ્કેલી સર્જાય
- વેપારમાં તેજી
- ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓમાં તેજી
* મકર (ખ,જ) –
- જમીન-મકાનથી લાભ થાય
- સરકારી નોકરીના યોગ છે
- વહીવટી કાર્યો વધુ થાય
- ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- આરોગ્ય જાળવજો
- ખોટો કંકાસ ન થાય તે જોવું
- ભાષામાં સંયમ રાખજો
- માતા દ્વારા ધનપ્રાપ્તિ થાય
* મિન (દ,ચ,ઝ,થ) –
- મનમાં વિવિધ યોજના આકાર લે
- આપનું આયોજન સફળ થઈ શકે
- સરકાર તરફથી લાભ રહે
- ગૂઢજ્ઞાનથી લાભ
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીની ઉપાસના કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.