પાકિસ્તાનની નજર પીએમ મોદીનાં Howdy Modi કાર્યક્રમમાં છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, પાકિસ્તાન Howdy Modi કાર્યક્રમમાં પીએમ મોદી સામે વિરોધ કરશે. જેના માટે તેણે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. પાકિસ્તાન ફરી એક વખત યુએનજીએમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરશે. હાલમાં, પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવા માટે અમેરિકા ગયા છે.
પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને લઇને વિશ્વભરથી અલગ પડી ગયુ છે. તે સમજી નથી શકતુ કે શું કરવુ. જ્યા તે કાશ્મીર મુદ્દાને લઇને વિશ્વભરનાં દેશોને ફરિયાદ કરી રહ્યુ છે ત્યા બીજી તરફ ભારત હવે કાશ્મીર નહી પણ POK ને ભારતનું અંગ બનાવવાનું મન બનાવી ચુક્યુ છે. ત્યારે ચારે દિશાએથી થૂ-થૂ થઇ રહેલુ પાકિસ્તાન વડાપ્રધાન મોદીનાં Howdy Mody કાર્યક્રમનો વિરોધ કરવાનું મન બનાવી ચુક્યુ છે. ભારતથી વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના થઇ ગયા છે, જોવાનું રહેશે કે પાકિસ્તાન તેની વિરોધ પ્રદર્શન કરવાની પૂરી કરી શકે છે કે કેમ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.