વારંવાર વિવાદોથી દૂર રહેનાર રીતિક રોશન આ વખતે પોતાના બોડીગાર્ડને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, રિતિક તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેમના બાળકો સાથે ડિનર ડેટ પર ગયો હતો. આ દરમિયાન કેટલાક ચાહકો તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ જોઈને તેનો બોડીગાર્ડ ગુસ્સે થઈ ગયો અને તેણે ફેન્સને ધક્કો માર્યો. બાદમાં આ વીડિયોને કોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેના પછી યૂઝર્સ અને રિતિકના ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
યુઝર્સે વ્યક્ત કરી હતી નારાજગી
આ વીડિયોમાં રિતિક રોશનના સિક્યુરિટી ગાર્ડને ફૂડ ડિલિવરી બોયને ધક્કો મારતા જોઈને યુઝર્સ અભિનેતાને સલાહ આપતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તેઓ પોતાને શું સમજે છે, તેઓએ બાળકને કેવી રીતે ધક્કો માર્યો!’ પોતાની નારાજગી વ્યક્ત કરતા અન્ય એક યુઝરે લખ્યું, ‘ફિર આયેંગે, ફિલ્મના પ્રમોશન માટે નકલી સ્મિત સાથે, સેલ્ફી લેવામાં નુકસાન શું છે.
View this post on Instagram
છૂટાછેડા પછી પણ રિતિક-સુઝેન સાથે જોવા મળે છે
જણાવી દઈએ કે વર્ષ 2008માં રિતિક રોશન અને સુઝૈન ખાનના છૂટાછેડા થઈ ગયા હતા. તેમ છતાં, બંને ઘણીવાર સાથે જોવા મળે છે જેથી તેમના બાળકો તેમના પિતાને મિસ ન કરે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળશે.
આ પણ વાંચો:જાણો સિંગર લકી અલીએ તેના હિંદુ પ્રશંસકોની કેમ માફી માંગી
આ પણ વાંચો:સલમાન ખાનના લુંગી ડાન્સનો વિરોધ, દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો લાગ્યો આરોપ
આ પણ વાંચો:સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર
આ પણ વાંચો:અનિલ કપૂરે -110 ડિગ્રી સેલ્સિયસમાં કર્યું વર્કઆઉટ, 66 વર્ષની ઉંમરે કહ્યું સેક્સી દેખાવાનું રહસ્ય
આ પણ વાંચો:અલ્લુ અર્જુનનો દેવી ભેષ જોઈને પ્રશંસકો થયા ગુસ્સે, કહ્યું- ‘હવે અમે દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’