ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર’ નું પહેલું ગીત ‘જય જય શિવ શંકર’ રિલીઝ થયું છે. ગીતમાં તમને ઋત્વિક અને ટાઇગરનો જબરદસ્ત ડાન્સ જોવા મળશે. રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપકી કસમનાં ગીત જય જય શિવ શંકર ગીતથી ખૂબ જ અલગ છે.
આ એક હોળી ગીત છે, જે આજની પેઢીને ધ્યાનમાં રાખીને પાર્ટી થીમ પર આધારિત બનાવવામાં આવ્યું છે. ઋત્વિક અને ટાઇગર બંને ડીજેની ધૂન પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંનેનો ડાન્સ જોઈ તમારા ચહેરા પર સ્મિત આવશે. ટાઇગર અને ઋત્વિક પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે આવી રહ્યા છે.
યશ રાજ ફિલ્મ્સે રિલીઝનાં એક દિવસ પહેલા ગીતનું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં લખ્યું છે કે, ‘ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ સાથે મળીને હવે ડાન્સ ફ્લોર પર આગ લગાડવા આવી રહ્યા છે. ટીમ ઋત્વિક અને ટીમ ટાઇગર જય જય શિવશંકર સાથે ઝૂમવા માટે તૈયાર છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.