હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 18 મે ના રોજ તૌકતે વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાના પગલે 15 જિલ્લા અને 43 તાલુકા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તેની વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. વર્તમાનમાં વાવાઝોડાની ગતિ અને દબાણનો નિરીક્ષણ કરતા ખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વાવાઝોડુ ગુજરાત તરફ આવવાના બદલે કેરળના દરિયાકાંઠે વળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમજ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં તેઓ આ વેબસાઇટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાત માટે રાહતના સમાચાર,કેરળના દરિયાકાંઠે વળે તેવી સંભાવના
વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. વાવાઝોડાની અસર 15 મે થી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે કે 16 થી 18 મે ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.તેની વચ્ચે ખાનગી વેબસાઈટ દ્વારા ડેટા જાહેર કરવામાં આવતાં સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે.વાવાઝોડુ ગુજરાત તરફ આવવાના બદલે કેરળના દરિયાકાંઠે વળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તમામ જિલ્લાઓ અને તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત, તંત્ર એલર્ટ
જેથી અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર,દેવભુમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર,જુનાગઢ, કચ્છ, મોરબી, નવસારી,પોરબંદર,સુરત,વલસાડ સહિતના જિલ્લાઓનું તંત્ર એલર્ટ થયું છે.તમામ જિલ્લાઓ અને તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તેમજ NDRF,BSF, કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય એજન્સી તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ ગાંધીનગર SEOC દ્વારા સમગ્ર રાજ્યનું મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
અલગ-અલગ જીલાઓમા 15 ટીમો મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારી
વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તે પહેલા આગમચેતી સ્વરૂપે રાજ્યમા અલગ-અલગ જીલાઓમા 15 ટીમો મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારી કરી લેવામાં આવી હતી.સૌરાષ્ટ્રના દરીયા કિનારાના જીલ્લામા ટીમોમાં૧૦ ટીમ રીઝર્વ સ્ટેંડ બાય રાખવામાં આવશે આવી હતી,જે અંતર્ગ ભાવનગર 1,અમરેલી 2,ગીર સોમનાથ 2,પોરબંદર 2,દ્રારકા 2,જામનગર 2,રાજકોટ 2કચ્છ ૨ ટીમો ઉપરાંત વડોદરા હેડક્વાર્ટર ખાતે 8ટીમ જ્યારે ગાંધીનગર ખાતે 2 ટીમ સ્ટેંડબાય રાખવામાં આવી હતી.
90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
અરબી સમુદ્રમાંમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 18 મેના રોજ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતના કયા જિલ્લામાં ક્યારે પહોંચશે,હવામાન વિભાગે કરી હતી આગાહી
વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. વાવાઝોડાની અસર 15 મે થી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે 16 થી 18 મે ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
16 મે ના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 મે ના રોજ બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 મે ના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવશે. સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારમાં જોવા મળશે. ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભુમિ દ્વારકા, કચ્છ ,દીવ ,રાજકોટ, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.