રાજ્યમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વાવાઝોડાનું સંકટ પણ પણ જોવા મળી રહ્યું છે છે. જેમાં દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે. મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને “તૌક્તે” (TAUKTAE) નામ અપાયેલું છે. આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.
ભારતીય હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ દક્ષિણ અરબી સમુદ્રમાં 14 મેની આસપાસ લો પ્રેશર નિર્માણ થશે અને તેને કારણે વાવાઝોડું નિમર્ણિ થવાની શકયતા છે. આ વાવાઝોડું આગળ ઉત્તર પશ્ર્ચિમ દિશામાં સરકવાની શકયતા છે. એ સાથે જ જેમ તે આગળ વધશે તેમ તેની તીવ્રતા પણ વધશે, તેને પગલે 14 મેના રાતથી કેરળ, લક્ષદ્વીપ, કણર્ટિક, મહારાષ્ટ્ર અને ગોવાના કિનારપટ્ટીના વિસ્તારને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું દાખલ થશે. ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પણ સારો એવો વરસાદ પડશે. જયારે રાજ્યમાં 10 જૂન સુધી ચોમાસું કોંકણમાં દાખલ થશે અને 15થી 20 જૂન દરમિયાન બાકીના મહારાષ્ટ્રમાં ચોમાસું હાજરી પૂરાવશે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને સંતોષજનક વરસાદ પડશે.