સુરતઃ સુરતમાં પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. શહેરના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આ ઘટના બની છે. આશ્ચર્યની વાત તો એ હતી કે પત્ની હજી ત્રણ દિવસ પહેલાં જ રાજસ્થાનથી આવી હતી. પતિએ હત્યા કર્યા પછી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો.
પતિએ પોલીસને જણાવ્યું હતું કે પત્ની બાથરૂમમાં પડી જવાના પગલે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પણ પત્નીના કુટુંબીજનોના આક્ષેપ પછી સર્જાયેલા દબાણના પગલે પતિએ હત્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ઘનશ્યાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે હત્યા પાછળના કારણની તલાશમાં છે.
આમ સુરતમાં એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે અને તે ધીમે-ધીમે ગુજરાતની ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યુ છે. સુરતમાં કદાચ ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે ત્યાં કી ખૂનરેજીની ઘટના બની ન હોય. આ જોતાં તે ક્રાઇમમાં રાજકોટને પાછળ પાડી દેશે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ