રશિયા-યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. લોકો યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભાગી રહ્યા છે. આ દરમિયાન એક એવા વ્યક્તિની કહાની સામે આવી છે, જેણે પોતાની પત્ની સાથે ખોટું બોલીને સીધો યુક્રેન ગયો હતો. વાસ્તવમાં, આ વ્યક્તિ ફરવાના બહાને ઘરની બહાર નીકળ્યો હતો પરંતુ ફ્લાઈટ પકડીને યુક્રેન પહોંચી ગયો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે, એક બ્રિટિશ નાગરિક યુક્રેનની સેનાની મદદ કરવા માટે તેના ઘરની બહાર નીકળ્યો હતો. ઘરની બહાર નીકળતા પહેલા તેણે તેની પત્નીને કહ્યું કે તે બર્ડવૉચિંગ માટે બહાર જઈ રહ્યો છે. પરંતુ તેણે તેની પત્ની સાથે ખોટું બોલ્યું, હકીકતમાં તે દેશની બહાર જઈ રહ્યો હતો.
પત્ની સાથે જૂઠું બોલીને યુક્રેન પહોંચી ગયો
‘ધ સન’ના અહેવાલ મુજબ, આ વ્યક્તિ ભૂતપૂર્વ સૈનિક છે અને બ્રિટનના વિરલનો રહેવાસી છે. તે વ્યક્તિ તેની પત્નીને ફરવા જવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો, પરંતુ તે ફ્લાઈટ લઈને સીધો પોલેન્ડ પહોંચ્યો હતો અને પછી બોર્ડર ઓળંગીને યુક્રેનમાં પ્રવેશ્યો હતો.
આ ભૂતપૂર્વ સૈનિક રશિયા સામે યુક્રેનની સેનાની મદદ કરવા ગયો છે. તેને બે બાળકો છે. પોતાનું નામ જાહેર કર્યા વિના, તેણે કહ્યું કે જ્યારે તેની પત્નીને ખબર પડશે કે તે લડાઈમાં જોડાવા માટે યુક્રેન ગયો છે ત્યારે તે ડરી જશે. જો કે, ટૂંક સમયમાં હું તેને ફોન કરીશ અને બધું સમજાવીશ.
રિપોર્ટ અનુસાર, બ્રિટનથી યુક્રેન ગયેલા આ વ્યક્તિએ લાંબા સમય સુધી બ્રિટિશ આર્મીમાં સ્નાઈપર તરીકે કામ કર્યું હતું. તેમનું કહેવું છે કે આ મુશ્કેલ સમયમાં આપણે યુક્રેનના લોકોની મદદ કરવી જોઈએ. યુક્રેનના લોકોને તાત્કાલિક અનુભવી સૈનિકોની જરૂર છે અને તેમની પાસે તે અનુભવ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના જેવા ઘણા લોકો પણ બ્રિટનથી યુક્રેન પહોંચ્યા છે.
ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’ : સીઆર પાટિલની સાંસદોને ટકોર
Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?
Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!
Ukraine Crisis / બંકર શું છે? કેવી રીતે સુરક્ષિત રાખે છે? શું ઝેલેન્સકી સુરક્ષિત બંકરમાં છે ?
સાવધાન! / હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ
Gujarat / ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત