આઈપીએલ 2021 ની 52 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાર રનની રોમાંચક જીત નોંધાવી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે સાત વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં RVB છેલ્લી ઓવરમાં ડી વિલિયર્સને કારણે 13 રન બનાવી શક્યા નહોતો અને મેચ હારી ગયા હતા. ડી વિલિયર્સ 19 રને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે IPL માં પોતાની 250 સિક્સર પૂરી કરી. IPL માં આ પરાક્રમ કરનારો તે બીજો ખેલાડી છે. ક્રિસ ગેઇલે IPL ના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર (357) ફટકારી છે.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. 14 ના સ્કોર પર ટીમને પહેલો ફટકો અભિષેક શર્માના રૂપમાં મળ્યો હતો. આ પછી કેન વિલિયમસન અને જેસન રોય વચ્ચે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ. સનરાઇઝર્સ તરફથી જેસન રોયે 44 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી હર્ષ પટેલે ત્રણ અને ડેનિયલ ક્રિશ્ચિયને બે વિકેટ લીધી હતી. આ સાથે જ હૈદરાબાદના લક્ષ્યને પુર્ણ કરવાના આશય વચ્ચે આરસીબીની શરૂઆત પણ નિરાશાજનક રહી હતી.
પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર ટીમને કેપ્ટન વિરાટ કોહલીએ પહેલો ફટકો આપ્યો હતો. 100 રનની અંદર બેંગ્લોરે શરૂઆતની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આરસીબી તરફથી ગ્લેન મેક્સવેલ 40 અને દેવદત્ત પડિકલે 41 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેનો વચ્ચે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી થઇ હતી. આ સાથે જ હૈદરાબાદ તરફથી તમામ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.