હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની દુષ્કર્મ અને હત્યાનાં એન્કાઉન્ટર બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ આ અંગે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર વધી રહેલા ગુનાઓ સામે યોગી સરકાર પર નિશાન સાધતા હૈદરાબાદ પોલીસની પ્રશંસા કરી છે. માયાવતીએ કહ્યું કે યુપીની રાજ્ય સરકાર સુઈ રહી છે. યુપી અને દિલ્હી પોલીસે હૈદરાબાદ પોલીસ પાસેથી પ્રેરણા લેવી જોઈએ, પરંતુ દુર્ભાગ્યવશ, ગુનેગારો રાજ્યનાં મહેમાન બનેલા છે. યુપીમાં આજે જંગલરાજ આવી ગયુ છે.
પૂર્વ તેલંગાના કાયદા મંત્રી ઇન્દ્રકરણ રેડ્ડીનાં જણાવ્યા મુજબ કાયદા પહેલા ભગવાને તેમને સજા આપી દીધી. તેમણે કહ્યું કે આરોપીઓએ પોલીસનાં હથિયારથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વળી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે જે બન્યું તે સારું હતું. દરમિયાન પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હૈદરાબાદનાં પોલીસ કમિશનર અંજની કુમાર પણ સ્થળ પર પહોચ્યા હતા.
મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલનાં જણાવ્યા મુજબ, સારું છે કે દુષ્કર્મનાં આ આરોપીઓ હવે સરકારી મહેમાન રહેશે નહીં. તેમણે કહ્યું કે જેઓ મહિલાઓ સાથે આવુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની સાથે આવું થવું જોઈએ. દુઃખની વાત છે કે નિર્ભયા ઘટનાનાં આરોપી હજી સુધી જીવંત છે. સરકારે અમારી માંગનું પાલન કરવું જોઈએ અને દુષ્કર્મનાં ગુનેગારોને સજા કરવા માટે કાયદો બનાવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.