જાણીતા ગુજરાતી લોક કલાકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીના મોતના સમાચારોએ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયા હતા. લોકોને મુખે એક જ સવાલ હતો કે શું સાચું છે..? દિનભર વહેતા થયેલા આ ગોસીપને લઈને લોક કલાકારે આખરે પોતાના જ મોત અંગે ખુલાસો કરવો પડ્યો હતો કે ”હું હજુ સાજો નરવો છું.”
ભીખુદાને પોતાના મૃત્યુના સમાચારને રદિયો આપ્યો હતો. અને દિનભર ફેલૈલી અફવા પર પૂર્ણવિરામ મુક્યું હતું.
ભીખુદાન ગઢવી ગુજરાત સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે. સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી અર્પણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં તેમના મોતના સમાચારે જોર પકડ્યું હતું. જેના બાદ ભીખુદાન ગઢવી પોતે મુશ્કેલીમાં મૂકાયા હતા. લોકોએ આ સમાચારની પુષ્ટિ માટે ફોનની ઘંટડી રણકાવાની શરુ કરી દીધી હતી. જેને લીઅને ભીખુદાને સ્પષ્ટતા કરી હતી કે હું સાજો નરવો ચુ અને મારા પરિવાર સાથે ક્ષેમકુશળ છું.
દેશમાં સોશિયલ મીડિયામાં ઘણી વાર ઘણી હસ્તીના મોતની ખોટી અફવા ફેલાય છે. જેમાં ઘણીવાર કલાકાર તો ઘણીવાર રાજકીય નેતાઓના પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ હવે આ રીત ની ઘટનાઓ સામાન્ય બની છે. જે મુજબ ગઈકાલે ભીખુદનના મોતની અફવા પણ ફેલાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.