ગીર સોમનાથમાં એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલ નિવેદન બાદ રાજ્યના રાજકીય માહોલમાં ફરી ગરમાવો આવ્યો છે. રાજેશ ચુડાસમાં લોકસભા ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી ચૂંટાયા છે. ભાજપના સાંસદ બનેલ રાજેશ ચુડાસમા માટે એક આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે નિવેદન આપ્યું કે મને જે નડયા છે તેને હુ મુકવાનો નથી. વધુમાં તેમણે કહ્યું કે મારા પત્રથી અધીકારીઓની બદલી થઈ જાય છે. ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હુ હિસાબ કરીશ. મને હરાવવા માટે ઘણા પરિબળો કામ કરતા હતા.
ચૂંટણી જીતતા જ ભાજપના નેતાઓ ફરી બફાટ કરવા લાગ્યા છે. રાજ્યમાં ભાજપે 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો. એક બેઠક ગેનીબેન ઠાકોરે જીતી. અગાઉ ચૂંટણી પહેલા ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયો નારાજ થયા હતા. રાજ્યભરમાં રૂપાલાના નિવેદન હોબાળો મચાવતા ભાજપના બહિષ્કારની ચીમકી અપતા તેમણે એક નહી બે વખત માફી માંગી હતી. ત્યારે હવે ફરી રાજ્યમાં ભાજપની જીત સાથે જ નેતાઆના માથે નશો ચઢયો છે. આભાર કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ લોકો નહી પરંતુ રાજનૈતિક વિરોધી અને કાર્યકરોને ઉદેશીને કહેલ નિવેદનથી ફરી રાજકીય માહોલ વકર્યો છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે SITની તપાસ પુર્ણતાના આરે, રિપોર્ટ સોંપવાની 20મી સુધીની છે ડેડલાઈન
આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ
આ પણ વાંચો: અમદાવાદના ગોમતીપુરમાં બે લોકોની થઈ હત્યા, ગુનાખોરીનું પ્રમાણ વધ્યું
આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું