જીભ લપસી/ પાકિસ્તાન અને ભારત બંનેની અર્થવ્યવસ્થા વિશે મને ખબર છે : પાકિસ્તાની રાજાનો બચાવ

પાકિસ્તાનની એક જવાબદાર વ્યક્તિ તેના નિવેદન ઉપરથી ફરી ગઈ છે. ઓકશન મામલે શજા તેના જ નિવેદન વિશે ખુલાસો આપી રહ્યા છે.

Top Stories Sports
પાકિસ્તાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં ચેરમેન રમીજ રાજા ઇન્ડિયન પ્રીમીયર લીગ વિશે આપેલા પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. પોતાની વાત ઉપર નહિ ટકી શકવાની પાકિસ્તાનની ફિતરત વારંવાર સામે આવતી જ રહે છે ત્યારે વધુ એક વખત પાકિસ્તાનની એક જવાબદાર વ્યક્તિ તેના નિવેદન ઉપરથી ફરી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેરમેન રમીજ રાજાએ તેના નિવેદન બાબતે કહ્યું હતું કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. મારું કહેવું હતું કે પીએસએલમાં ઓકશન મોડલ અને પર્સ વધારા પછી પાકિસ્તાન સુપર લીગને આઇપિએલની શ્રેણીમાં રાખી શકાય છે.

સ્થાનિક અખબારને આપેલ ઈન્ટરવ્યુંમાં રાજાએ કહ્યું હતું કે, આપણે આર્થિક રીતે સ્વતંત્ર થવા માટે નવી પ્રોપર્ટી બનાવવી પડશે. આપણી પાસે માત્ર પાકિસ્તાન સુપર લીગ અને આઈસીસીનું ફંડ છે. ગત વર્ષથી આ બાબતે ચર્ચા થઈ રહી છે. હું આગામી વર્ષે નીલામી મોડેલ ઉપર જવા ઈચ્છું છું. માર્કેટની સ્થિતિ અનુકુળ હશે તો અમે આ બાબતે ચર્ચા કરીશું. આ પૈસાની રમત છે. જયારે પાકિસ્તાનમાં ક્રિકેટની ઈકોનોમી અને અમારી ઈજ્જત વધશે. સૌથી મોટી જીત પાકિસ્તાન સુપર લીગની આર્થિક આવક વધશે. જો આપણે પાકિસ્તાનને નીલામી મોડલ ઉપર લઇ જઈએ અને પર્સ વધારી દઈએ તો હું તેને આઇપીએલની શ્રેણીમાં રાખીશ. હવે હું જોઇશ કે કોણ પીએસએસ ઉપર આઇપીએલને પ્રેફરન્સ આપશે.

આઇપીએલની ૧૫મી સિઝનની શરૂઆત પહેલા જ રાજાએ આવી કમેન્ટ કરી હતી. તે સમયે બીસીસીઆઈ, આગામી પાંચ વર્ષ માટે આઇપીએલનાં પ્રસારણનાં અધિકાર વેચવાની પ્રક્રિયા શરુ કરવાની હતી. બોર્ડને તેનાથી ખૂબ મોટી રકમ મળવાની આશા હતી. રાજાએ તાજેતરમાં તેની અ વાતથી ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે મારા નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં રહેલા અંતર વિશે હું જાણું છું. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. હું જાણું છું કે ભારતની અર્થવ્યવસ્થા ક્યાં છે અને પાકિસ્તાનાની ઈકોનોમી ક્યાં છે. અમે ઓક્શન મોડલ લાવીશું પરંતુ મારું નિવેદન ખોટી અને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :કરૌલી હિંસામાં આગની જવાળામાંથી એક માસૂમ બાળક સહિત 3 લોકોને પોલીસ કોન્સ્ટેબલે બચાવ્યા

આ પણ વાંચો :કાશ્મીરી પંડિતને આંતકવાદીઓએ કર્યા ટાર્ગેટ : એક દિવસમાં ત્રણ એટેક, સાતના મોત

આ પણ વાંચો :સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

આ પણ વાંચો : ઋતુરાજના ફોર્મને લઈને જાડેજાનું મોટું નિવેદન, કહ્યું કેવી રીતે ફરશે પરત…