Kuldeep Singh Raulji: કોઈની તાકાત નથી કે મારા છોકરા અને કાર્યકર્તાઓ સામે આંખ ઊંચી કરે કે આંગળી કરે એવું કરનારા ની આંગળી જાહેરમાં કાપી નાંખીશ.
આ શબ્દો છે સાવલી ભારતીય જનતા પાર્ટીમાંથી પક્ષ પલટો કરી અને કોંગ્રેસમાં ગયેલા કુલદીપસિંહ રાહુલના છે, સહકારી ક્ષેત્રના આગેવાન કુલદીપસિંહ રાહુલે પોતાના રાજકીય જીવન દરમિયાન ક્યારેય નહીં ઉચ્ચારેલા શબ્દો હવે તેમણે જાહેર મંચ ઉપરથી ઉચ્ચાર્યા છે.
શું હતી ઘટના?
ગુજરાતની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તેવામાં કેટલાક નેતાઓ પોતાની ઓળખ પ્રમાણે તો કેટલાક ઓળખ ઉભી કરવા અને કાર્યકર્તાઓના જોશ અને ઉત્સાહ વધારવા માટે બાહુબલી નેતૃત્વ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરતા રહેશે. ત્યારે ગુજરાતમાં પણ હવે આવા નેતાઓ પોતાના હરીફને ચેલેન્જ કરવાનું ચૂકતા નથી અને આવી જ ઘટના બની વડોદરા જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ બેઠકોમાંથી એક સાવલી બેઠકના ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયેલા નેતા કુલદીપસિંહ રાહુલજીના એક કાર્યક્રમ દરમિયાન. કુલદીપસિંહ રાહુલજીએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં પોતાના હરીફ પક્ષનેજ ટાંકીને અને પરોક્ષ રીતે ચેલેન્જ કરતા ધમકી ભર્યા સૂરમાં સંબોધન કર્યું હતું. જોકે જ્યાં સુધી કુલદીપસિંહ રાઉલજીની સામાજિક ઓળખ છે તે પ્રમાણે સહકારી ક્ષેત્રના આગેવાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના જીવન દરમિયાન ક્યારેય આ પ્રકારના શબ્દ સુર અપનાવ્યા નહતા ત્યારે આવનારી વિધાનસભામાં પોતાને કોંગ્રેસના ઉમેદવાર સમજનારા કુલદીપસિંહ રાઉલજીએ હવે કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરે અને રાજકીય ગરમાવો લાવે તેવા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યુ છે.
જણાવી દઈએ કે પોતાને સાવલી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો દાવેદાર સમજનારા કુલદીપસિંહ રાઉલજી ક્યાંક ભાજપામાંથી મેન્ડેટ નહીં મળવાના બાબતને અંદરો અંદર જ સમજી અને કોંગ્રેસનો ખિજ ધારણ કરી લીધો છે. પહેલા પોતાના ગામની પંચાયતની ચૂંટણીમાં સરપંચ બાદમાં એપીએમસી અને બરોડા ડેરીના ડિરેક્ટર સુધી પહોંચેલા કોંગ્રેસના આ નેતાએ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટેના પ્રયત્ન કર્યો પછી પોતાના બાહુબલી નેતૃત્વ અને પ્રસ્થાપિત કરવાનો એક આગવો અંદાજ છે, પરંતુ સાવલીના હાલના ધારાસભ્ય કીર્તન ઇનામદારને ટાંકીને પરોક્ષ રીતે કરી રહ્યા હોય તે પ્રકારના શબ્દો ઉચ્ચારી અને કુલદીપસિંહ રાઉલજીએ પોતે સાવલી વિધાનસભા પરથી ક્ષત્રિય નેતા પ્રસ્થાપિત થઈ રહ્યા હોય તેવા પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે અને કદાચ તેથી જ તેમના આ શબ્દો સાંભળીને મંચની સામે બેઠેલા કોંગ્રેસના અને કુલદીપસિંહ રાઉલજીના સમર્થકોએ તેમના શબ્દોને વધાવી લેતા લોકોએ તાળીઓ વગાડી હતી.
આ પણ વાંચો: pm kisan samman nidhi/ ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે: PM મોદી