Uttarpradesh News : મૈનપુરીના બરનાહલનો યુવક બદમાશ નીકળ્યો. મેડિકલની તૈયારી વખતે તેણે ફિરોઝાબાદના અરાંવ વિસ્તારની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવ્યો. સાથે સાથે શારીરિક સંબંધ પણ બાંધતો રહ્યો. યુવતીને દેખાડવા પુરતા કોર્ટમાં મેરેજ પણ કરી લીધા. બાદમાં સારીરિક સંબંધ પણ બાંધતો રહ્યો.
બીજીતરફ યુવતી ગર્ભવતી થઈ તો યુવકે કહંયું કે તું પહેલા તારી બહેનને મારી સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર કર પછી જ તને પત્નીનો દરજ્જો આપીશ. યુવકના પરિવારે યુવતીને અપનાવવાનો ઈન્કાર કરીને યુવકને ગાયબ કરી દીધો. તેનો મોબાઈલ ફોન બંધ આવે છે. અંતે યુવતીએ આરોપી યુવક સામે ફરિયાદ દાખલ કરાવી છે.
જ્ત્રણ વર્ષ પહેલા આ યુવતીની મિત્રતા મૈનપુરીના બરનાહલ ખાતે રહેતા રાહુલ દેવલના પુત્ર સની દેવલ સાથે થઈ ગઈ. બન્ને એકબીજાને મળતા હતા જેમાં યુવક તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો, તે મેડિકલની તૈયારી કરી રહ્યો હતો. 12 માર્ચે તેણે દેખાડવા પુરતા યુવતી સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા.
બાદમાં યુવકે પોતાનું અસલી રૂપ બતાવીને યુવતીને કહ્યું કે તારી નાની બહેન સાથે સંબંધ બંધાવ પછી તને પત્ની તરીકે સ્વીકારીશ. અંતે યુવતીએ પોતાના પરિવારને વાત કરી. બીજીતરફ યુવતી ગર્ભવતી થઈ ગઈ. તેણે યુવકના પરિવારને વાત કરતા તેમણે યુવકને ગૂંમ કરી દીધો. અંતે યુવતી એસપી ઓફિસ પહોંચી અને એસપીના આદેશથી આરોપી સામે અરાંવ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે
.