Gujarat News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર IAS મિહિર પ્રવિણકુમાર પટેલની બદલી કરવામાં આવી. તેમજ બનાસકાંઠાના કલેકટર વરુણ કુમાર બરનવાલની પણ બદલીનો આદેશ અપાયો છે.
બનાસકાંઠાના નવા કલેકટર તરીકે 2015ની બેચના મિહિર પટેલ ની થઈ નિમણુંક. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલ બન્યા બનાસકાંઠાના કલેક્ટર. પૂર્વ કલેકટર વરુણ કુમાર બરનવાલની નિયુક્તિ ભારત કેન્દ્રિય પિયુષ ગોયલ ના કાર્યાલયમાં થવાથી જગ્યા ખાલી પડી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના મંત્રાલય માં ખાસ ફરજ પરના અધિકારી તરીકે વરુણ કુમારની નિયુક્તિ થઈ.
એપ્રિલ મહિનામાં રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં 4 એડિશનલ ડીજીને જીડીપી તરીકે તો અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને ડીજી તરીકે બઢતી અપાઈ હતી. આ સાથે 20 જેટલા IPS અધિકારીઓને બઢતી અપાઈ છે.