વહીવટીતંત્ર/ ગુજરાતમાં IAS રાજકુમારની ઘરવાપસી મામલે ચાલી રહી છે અનેક અટકળો,વહિવટીતંત્રમાં થશે માેટા ફેરફાર!

વહીવટીતંત્રમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે ચાલુ સપ્તાહમાં વહીવટી તંત્રમાં બદલાવ જોવા મળે તો નવાઇ ના પામતા,

Top Stories Gujarat
IAS ગુજરાતમાં IAS રાજકુમારની ઘરવાપસી મામલે ચાલી રહી છે અનેક અટકળો,વહિવટીતંત્રમાં થશે માેટા ફેરફાર!

ગુજરાતમાં વહીવટીતંત્રમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે ચાલુ સપ્તાહમાં વહીવટી તંત્રમાં બદલાવ જોવા મળે તો નવાઇ ના પામતા, હાલ ગુજરાતમાં રાજકુમારને પરત લાવવાની હિલચાલ ચાલી રહી છે , કેન્દ્રમાંથી રાજકુમારને પરત લાવવાની વાત સચિવાલયમાં ચાલી રહી છે ,અનેક અફવાઓ હાલ સચિવાલયમાં તાલી રહી છે. આઇએસ રાજકુમારને ક્યુ પદ આપવામાં આવશે, ક્યા નિમણૂંક કરવામાં આવશે તેવી અનેક અટકળો હાલ સચિવાલયમાં ટોક ઓફ ટોપિક બની છે. ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરીને અચાનક દિલ્હીમાં મોકલાતા અનેક તર્ક વિતર્ક હાલ ચાલી રહ્યા છે.

દિલ્હી ડેપ્યુટેશન પરથી ગુજરાત પરત ફરી રહેલા IAS અધિકારી રાજકુમારને લઇને અફવાઓનું બજાર ભારે ગરમાયું છે. રાજકુમાર કે જેઓ સીએસ પંકજ કુમારના અનુગામી છે. પંકજકુમાર કે જેઓ રાજ્યના હાલના ચીફ સેક્રેટરી છે કે જેઓ મે 2022માં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે સિનિયોરિટી અનુસાર પંકજ કુમાર બાદ હવે રાજકુમાર આગામી ચીફ સેક્રેટેરી પદના દાવેદાર છે. રાજકુમાર આગામી જાન્યુઆરી 2025 માં તેઓ વય નિવૃત્ત થઇ રહ્યાં છે. જો કે રાજકુમારની અચાનક ઘર વાપસીના કારણે અફવાઓનું બજાર ગરમાયું છે.

કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ થઇ રહી છે. રાજકુમારના આગમનના પગલે સિનિયર અધિકારીઓમાં પણ ભારે અફડાફડી ટૂંક સમયમાં જોવા મળે તો કંઇ નવાઇ નહીં. કારણ કે ભાજપ માટે પોલિટિકલ લેબોરેટરી મનાતા ગુજરાતના પ્રધાનમંડળમાં જે રીતે ફેરફાર કરી દેવાયો તે રીતે વહીવટી તંત્રમાં પણ વ્યાપક સ્તરે ફેરફારો થઇ શકે કે કેમ તે અંગે ઉચ્ચત્તમ સ્તરે નિર્ણય લેવાય તેવી શક્યતા છે..

સચિવાલયમાં અન્ય અધિકારઓની પણ બદલી થશે જેવા અનેક પ્રશ્ન પર ચર્ચા ચાલી રહી છે. શુ અધિકારીઓની બદલી કરવાની સરકાર વિચારી રહ્યું છે ,શું ગુજરાતમાં સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ-2 ? હાલ ગાંધીનગરના સચિવાલયની દરેક ચેમ્બરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે અધિકારીઓના મોટાપાયે બદલાશે અને આઇપીએસ રાજકુમારને પરત લાવવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. આવનાર દિવસોમાં અધિકારીઓ બદલાય તો નવાઇ નહીં લાગે.