#ICC World Cup નાંં બીજી સેમી ફાઇનલમાં Aus Vs Eng નાં મેચમાં ઓસ્ટ્રેલીયાએ ઇંગ્લેન્ડને જીત માટે 224 રનનો ટાર્ગેટ આપ્યો છે. આઈસીસી વર્લ્ડ કપ 2019માં બર્મિંગહામના એડબાસ્ટન ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિ-ફાઇનલ મેચ ચાલી રહી છે.
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. ઓસ્ટ્રેલીયા 49 ઓવરમાં 223 રન પર ઓલ આઉટ થઇ ગયું છે. ઑસ્ટ્રેલિયા માટે, સ્મિથ 85 અને એલેક્સ કેરીએ 46 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ માટે, વોલ્ક્સ અને રશીદે 3-3 વિકેટ લીધી. આર્ચરને 2 વિકેટ લીધી અને વુડ 1 સફળતા મેળવી. ન્યૂઝિલેંડ પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂંક્યું છે. ત્યારે આજની સેમી ફાઇનલ બીજા દાવેદારને નકકી કરશે. આપને જણાવી દઇએ કે બને સેમી ફાઇનલ વિજેતા ટીમ જુલાઈ 14 ના રોજ ફાઇનલ મેચમાં ટકરાશે.
આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.