વિશ્વ કપની પહેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે મળેલી હાર બાદ આજે દક્ષિણ આફ્રિકા જીતની આશાએ મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની મેચ લંડનનાં કેનિંગ્ટન ઓવલનાં મેદાનમાં રમાશે. પહેલી મેચમાં હાર મળ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બાંગ્લાદેશને હલકામાં લેવાની ભૂલ નહી કરે. ઓવલનાં મેદાનમાં ટોસ થઇ ગયો છે જ્યા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલીંગનો નિર્ણય લેતા બાંગ્લાદેશને પહેલા બેટીંગ કરવા આમંત્રણ આપ્યુ છે.
#FafDuPlessis has won the toss and South Africa will have a bowl!
Will we see some #ProteaFire or the #RiseOfTheTigers today?#SAvBAN LIVE 👇https://t.co/6wY1jYPAUQ pic.twitter.com/B4Dz0ZFf02
— ICC Cricket World Cup (@cricketworldcup) June 2, 2019
બાંગ્લાદેશની ટીમને વિશ્વ કપની બાકી ટીમોની સરખામણીમાં કમજોર ગણવામાં આવી રહી છે, પરંતુ તેને હલકામાં લેવાની ભૂલ દક્ષિણ આફ્રિકા નહી કરે. જ્યા એક તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચમાં કોઇપણ રીતે જીત હાંસિલ કરવાનો પ્રયત્ન કરશે તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમ પોતાની પહેલી મેચની શરૂઆત જીત સાથે કરવા મેદાને ઉતરશે.
🏏 South Africa v Bangladesh
🕰️ 10:30 BST
📍 London
#️⃣ #SAvBAN pic.twitter.com/58T3r4zPjN— ICC Cricket World Cup (@cricketworldcup) June 2, 2019
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાને ગુરુવારે ઈંગ્લેન્ડે 104 રનનાં મોટા અંતરથી હરાવ્યુ હતુ. જ્યા પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 311 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બેન સ્ટોક્સે કર્યા હતા. ટાગ્રેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 207 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. જો કે હવે દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે ઓવલનાં મેદાનમાં સારુ પ્રદર્શન કરી જીત મેળવવાની તક છે. જો બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો તે દક્ષિણ આફ્રિકાની ટીમની સરખામણીમાં કમજોર ગણાય છે. તે છતા બાંગ્લાદેશની ટીમને કમજોર સમજવાની ભૂલ દક્ષિણ આફ્રિકાનાં ખેલાડીઓ નહી કરે. ટીમને લીડ કરી રહેલા દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુપ્લેસીએ ટીમની પહેલી હાર બાદ કહ્યુ હતુ કે, ટીમને ડરવાની કોઇ જરૂર નથી. હજુ આપણી પાસે વાપસી કરવાની ઘણી તકો છે. જોવાનું રહેશે કે આ મેચમાં દક્ષિણ આફ્રિકા કઇ રણનીતિ સાથે ઓવલનાં મેદાનમાં ઉતરશે.
બંન્ને ટીમનાં ખેલાડીઓ
Two changes for South Africa from the side that faced England – will it spark a change in fortunes?#ProteaFire #RiseOfTheTigers#SAvBAN LIVE 👇https://t.co/6wY1jYPAUQ pic.twitter.com/xc5PYaBcQw
— ICC Cricket World Cup (@cricketworldcup) June 2, 2019
બાંગ્લાદેશ

મશરફે મુર્તઝા(કેપ્ટન), તામિમ ઈકબાલ, સૌમ્યા સરકાર, મુશફિકર રહીમ, લિટન દાસ, શાકિબ અલ હસન, શબ્બીર રહમાન, મહમુદુલ્લાહ રિયાદ, મોહમ્મદ મિથુન, મુસદ્દક હુસૈન, મેહદી હસન, રૂબેલ હુસૈન, અબુ જાયેદ, મુસ્તાફિજૂર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન.
દક્ષિણ આફ્રિકા

ફેફ ડુપ્લેસીસ(કેપ્ટન), ક્વિંટન ડીકોક, એડેન માર્કરામ, હાશિમ અમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, ડેલ સ્ટેન, એંડિલે ફેહલુકવે, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, એનરિચ નોર્ટજે.
