Not Set/ #ICC World Cup : લોર્ડસમાં રચાયો ઇતિહાસ, “ઇંગ્લેન્ડ” તરીકે વિશ્વને મળ્યું નવું વિશ્વ કપ વિજેતા

ક્રિકેટ વિશ્વમાં જેને ક્રિકેટનું મક્ક-મદિના ગણવામાં આવે છે તેવું ઐતિહાસીક લોર્ડસનું મેદાન આજે રચાયેલા ઇતિહાસનું સાક્ષી બન્યું છે. આજે ક્રિકેટ વિશ્વને ઇતિહાસમાં પ્રથમવાર નવી જ વિશ્વ વિજય ટીમ મળી છે. જી હા આ પૂર્વે કદી પણ ઇંગ્લેન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં વિજતા બની શક્યું નહોતું. ત્યારે આજે ઇંગ્લેન્ડે પોતાને વિશ્વ વિજયી તરીકે પ્રસ્થાપિત કરીને ક્રિકેટ વિશ્વનાં […]

Top Stories Sports
Cricket World Cup 2019 Wallpapers 2 #ICC World Cup : લોર્ડસમાં રચાયો ઇતિહાસ, "ઇંગ્લેન્ડ" તરીકે વિશ્વને મળ્યું નવું વિશ્વ કપ વિજેતા

ક્રિકેટ વિશ્વમાં જેને ક્રિકેટનું મક્ક-મદિના ગણવામાં આવે છે તેવું ઐતિહાસીક લોર્ડસનું મેદાન આજે રચાયેલા ઇતિહાસનું સાક્ષી બન્યું છે. આજે ક્રિકેટ વિશ્વને ઇતિહાસમાં પ્રથમવાર નવી જ વિશ્વ વિજય ટીમ મળી છે. જી હા આ પૂર્વે કદી પણ ઇંગ્લેન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં વિજતા બની શક્યું નહોતું. ત્યારે આજે ઇંગ્લેન્ડે પોતાને વિશ્વ વિજયી તરીકે પ્રસ્થાપિત કરીને ક્રિકેટ વિશ્વનાં મક્કા સમાન ઐતિહાસીક લોર્ડસનાં મેદાનને પણ ગૈરવાંતીક કરી દીધુ છે.

england india wc #ICC World Cup : લોર્ડસમાં રચાયો ઇતિહાસ, "ઇંગ્લેન્ડ" તરીકે વિશ્વને મળ્યું નવું વિશ્વ કપ વિજેતા

લોર્ડસનાં મેદાને વર્ષોથી અનેક દેશને વિશ્વ વિજય બના જોયા હતા, પરંતુ પોતાનો દેશ ઇંગ્લેન્ડ આ સિઘ્ઘીથી વંચીત રહ્યો હતો. ત્યારે યોગાનું યોગ આજે ઇંગ્લેન્ડ દ્વારા લોર્ડસ પર જ પોતાનાં પ્રતિસ્પર્ધી ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરી વિશ્વ કપ વિજય હોવાનો ગૌરવ મેળવવામા આવ્યો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા ટોસ જીતી અને પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કરવામાં આવતા, વિશ્વ કપની ફાઇનલની જીત માટે ઇંગ્લેન્ડને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ દ્વારા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન કરવામાં આવ્યા હતા.

CWC 2019 Match 41 England vs New Zealand Match Detail and Prediction #ICC World Cup : લોર્ડસમાં રચાયો ઇતિહાસ, "ઇંગ્લેન્ડ" તરીકે વિશ્વને મળ્યું નવું વિશ્વ કપ વિજેતા

ઇંગ્લેન્ડ દ્વારા 242 નાં ટાર્ગેટનો પીછો કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન કરવામાં આવતા મેચ ટાઇ માં પરિણમી હતી. વિશ્વ કપ ઇતિહાસમાં પ્રથમ વખત મેચ ટાઇ થતા સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિશ્વ કપ ક્રિકેટના વિજેતાનો ફેંસલો 100 ઓવરનાં દિલઘડક અને છેલ્લા બોલ સુધી રસાકસી ભરેલા મુકાબલા પછી માત્ર 6 બોલનાં મુકાબલા દ્વારા થયો હતો.

ભારે રોમાંચક બનેલી વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સુપર ઓવરમાં વિજય થયો હતો.વનડે ક્રિકેટના ઇતિહામાં પહેલી વાર સુપર ઓવર થકી કોઈ ટીમ ચેમ્પિયન બની હતી.

વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટાઈ પડતા મુકાબલો જોરદાર રોમાંચક બન્યો હતો.ટાઇ પડતા સુપર ઓવરમાં વિજય થયો હતો.જોવાની વાત એ હતી કે સુપર ઓવરમાં પણ બંને ટીમો વચ્ચે ટાઇ પડી હતી.

સુપર ઓવરમાં ટાઈ પડતા વધારે ચોગ્ગા લગાવનાર ઇંગ્લેન્ડનો વિજય થયો હતો.

લિમિટેડ ઓવરમાં ટાઇ પડતા સુપર ઓવરમાં પહેલો દાવ લેતા ઇંગ્લેન્ડએ 15 રન કર્યા હતા.સુપર ઓવરમાં બેન સ્ટોક અને જોસ બટલર આવ્યા હતા.સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટએ બોલિંગ કરી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગપટિલ અને નિશામ બેટિંગમાં આવ્યા હતા.નિશામે છગ્ગો મારીને સુપર ઓવરમાં પણ ટાઈ થઈ હતી.ન્યૂઝીલેન્ડએ સુપર ઓવરમાં 15 રન કરતા ટાઇ પડી હતી.

સુપર ઓવરમાં ટાઇ પડતા જે ટીમે વધુ ચોગ્ગા માર્યા હોય તે વિજેતા જાહેર થાય.ઇંગ્લેન્ડએ 24 ચોગ્ગા માર્યા હતા જેના કારણે તે વિશ્વ કપ વિજેતા બન્યું હતું.

27 વર્ષ બાદ વિશ્વકપ ફાઇનલમાં પ્રવેશેલું ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ કપ જીત્યું છે.લોર્ડસમાં રમાયેલી વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડએ સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ઇંગ્લેન્ડે વનડે વર્લ્ડકપના 43માં વર્ષે અને ટૂર્નામેન્ટની 12મી આવૃત્તિમાં વિજેતા બન્યું છે. બીજી તરફ કિવિઝ સતત બીજા વર્લ્ડ કપમાં રનરઅપ બન્યું છે.

ઇંગ્લેન્ડને 242 રનનો ટાર્ગેટ મળ્યો હતો.છેલ્લી ઓવર સુધી રમાયેલી મેચમાં અનેક ઉતાર ચડાવ આવ્યા હતા.

ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ 29 રને જ પડી ગઈ હતી.ન્યૂઝીલેન્ડ તરફથી એકવાર ફરી ઑપનિંગ જોડી નિષ્ફળ રહી હતી અને માર્ટિન ગપ્ટિલ 19 રન મારીને આઉટ થઇ ગયો હતો. ,બીજી વિકેટ માટે નિકોલ્સ અને વિલિયમ્સને 72 રનની ભાગીદારી કરી હતી.કિવિઝ માટે ઓપનર હેનરી નિકોલ્સે સર્વાધિક 55 રન કર્યા હતા. તેણે પોતાના વનડે કરિયરની 9મી ફિફટી ફટકારતાં 77 બોલની ઇનિંગ્સ દરમિયાન 4 ચોક્કા ફટકાર્યા હતા.

એ પછી ન્યૂઝીલેન્ડનો મિડલ ઓર્ડર ઝડપથી પેવેલિયન ભેગો થયો હતો. વિલિયમ્સન ( 30) અને ટેલર ( 15) આઉટ થયા હતા . વિકેટકીપર ટોમ લેથમે 56 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 47 રનનું યોગદાન આપ્યું હતું.નિશામ (19) અને ગ્રાન્ડહોમ (16) રન કરીને આઉટ થતા ન્યૂઝીલેન્ડનો દાવ 9 વિકેટે 241 માં સમેટાયો હતો.

ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સ અને લિયમ પ્લન્કેટે 3-3 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની શરૂઆત પણ નબળી રહી હતી. 28 રનના સ્કોર પર જેસોન રોય(17) વિકેટ પડી હતી.સ્ટાર બેટ્સમેન જો રૂટ (7) ઇયન મોર્ગન ( 9) અને બેરીસ્ટ્રો (36) રને આઉટ થતા ઇંગ્લેન્ડની હાલત ખરાબ થઈ હતી.ઇંગ્લેન્ડની 4 વિકેટ 86 રનમાં પડી ગઈ હતી.

એ પછી બેન સ્ટોક અને બટલરે બાજી સંભાળી હતી.બને વચ્ચે 100 રનની ભાગીદારી થતા બટલરે 60 બોલમાં 59 રન કર્યા હતા.

જો ક ઇંગ્લેન્ડની જીતનો શિલ્પી બેન સ્ટોક રહ્યો હતો.બેન સ્ટોકે છેક છેલ્લી ઓવર સુધી અણનમ રહી 98 બોલમાં 84 રન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.