વિશ્વ કપની 12મી સીઝનમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 10 વિકેટથી હરાવી પહેલી જીત મેળવી લીધી છે. વિશ્વ કપનાં ઈતિહાસમાં પહેલીવાર થયુ હશે કે ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકા સામે 10 વિકેટથી જીત હાંસિલ કરી હોય. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે નોટ આઉટ રહેતા 73 રન અને કોલિન મુનરોએ નોટ આઉટ 58 રન બનાવ્યા હતા. મેચની ખાસ વાત એ રહી કે શ્રીલંકાનાં બોલરો કીવી ટીમની એક પણ વિકેટ લઇ ન શક્યા.
https://twitter.com/cricketworldcup/status/1134752459132416000
શનિવારે કાર્ડિફનાં સોફિયા ગાર્ડન્સમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે મેચ રમાઇ હતી. જ્યા પહેલા બેટીંગ કરતા શ્રીલંકાની ટીમ મામૂલી રનમાં ઢેર થઇ ગઇ હતી. શ્રીલંકાની ટીમ શરૂઆતથી બેક ફૂટમાં રમી રહી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ. શ્રીલંકાની પૂરી ટીમ માત્ર 136 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે આ લક્ષ્યને માત્ર 16.1 ઓવરમાં કોઇપણ વિકેટ ખોયા વિના મેળવી લીધો હતો.
https://twitter.com/cricketworldcup/status/1134770786252853248
ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન માર્ટિન ગુપ્ટિલે બનાવ્યા હતા. જ્યા તેણે 51 બોલમાં નોટ આઉટ રહેતા 73 રન 8 ચોક્કા અને 2 છક્કાની મદદથી બનાવ્યા હતા. ગુપ્ટિલનો સાથ આપી રહેલા કોલિન મુનરો પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. જ્યા તેણે 47 બોલમાં 6 ચોક્કા અને 1 છક્કાની મદદથી 58 રન બનાવ્યા હતા.
https://twitter.com/cricketworldcup/status/1134791753662377984
શ્રીલંકા ટીમ તરફથી દિમુથ કરૂણારત્નેએ સોથી વધુ રન બનાવ્યા હતા. તેણે નોટ આઉટ રહેતા 52 રન બનાવી ટીમનો સ્કોર 136 સુધી પહોચાડ્યો હતો. તે સિવાય કુશલ પરેરાએ 23 અને થિસારા પરેરાએ 27 રનનું યોગદાન આપ્યુ હતુ. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી અને લોકી ફર્ગ્યૂસને 3-3 વિકેટ ઝડપી હતી.
https://twitter.com/cricketworldcup/status/1134827951856476160
વિશ્વ કપમાં ત્રીજી વખત 10 વિકેટથી જીત્યુ ન્યૂઝીલેન્ડ
https://twitter.com/cricketworldcup/status/1134819642793504768
મેચની શરૂઆતથી જ કીવી ટીમ શ્રીલંકા પર ભારી દેખાઇ રહી હતી. કાગળ પર કહીએ કે મેદાન પર શ્રીલંકાની ટીમ પહેલા કરતા નબળી જ દેખાઇ રહી છે. જેનો પૂરો ફાયદો કીવી ટીમે લીધો હતો. મેચમાં એક ક્ષણ માટે પણ શ્રીલંકાની ટીમ કીવી ટીમ પર ભારે પડી નહોતી. વિશ્વ કપ શરૂ થયા પહેલા મોટા સ્કોરની અટકળો જરૂર ચાલી રહી હતી. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સતત બીજી વખત કોઇ ટીમ 150 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. વેસ્ટ ઈંન્ડિઝની ટીમે શુક્રવારે પાકિસ્તાનને માત્ર 105 રન પર ઢેર કરતા 7 વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમે આસાન જીત મેળવી વિશ્વ કપનો આગાઝ ધમાકેદાર કર્યો હતો. આપને જણાવી દઇએ કે, વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ ત્રણ વખત 10 વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યુ છે.