ભારતીય ટીમ આજે માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે ભીડાશે. આ મેચ પર દુનિયાભરની નજર રહેશે. જો કે આ મેચ ટીમ ઈંન્ડિયા માટે એક પરીક્ષા સમાન બની છે, જેમા તે જીત મેળવવાનો પૂરો પ્રયત્ન કરશે. વિશ્વકપની શરૂઆત પહેલા 25 મે નાં રોજ અભ્યાસ મેચમાં આ બંન્ને ટીમો આમને-સામને આવી હતી જેમા ન્યૂઝીલેન્ડની જતી થઇ હતી. ત્યારે ભારત આ હારનો બદલો લેવા મેદાને ઉતરશે. વિશ્વકપમાં આ બંન્ને ટીમો આમને-સામને આવી હતી ત્યારે વરસાદનાં વિઘ્નનાં કારણે મેચ ધોવાઇ ગઇ હતી અને બંન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળી ગયા હતા.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
જો કે કિસ્મત એકવાર ફરી આ બંન્ને ટીમને આમને-સામને લાવી છે અને તે પણ સેમીફાઈનલમાં ત્યારે મેચ રોમાંચથી ભરેલી રહેશે તેવી આશા દર્શકને રહેશે. પરંતુ સામે આવી રહેલા સમાચાર મુજબ આ મેચ દરમિયાન વરસાદ મોટો વિઘ્ન બની શકે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જણાવી દઇએ કે, ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આજે આ બંન્ને ટીમ પ્રથમ સેમીફાઈનલ મેચ રમવાની છે. સ્થાનિક હવામાન વિભાગની માનીએ તો માન્ચેસ્ટરમાં આજે વરસાદ પડી શકે છે.
બંન્ને ટીમનાં કેપ્ટન આશા રાખશે કે મેચમાં વરસાદ કોઇ મોટો વિઘ્ન ન બને. જો કે આ સેમીફાઈનલમાં વરસાદનાં કારણે મેચ રદ્દ થાય છે તો ભારતીય ટીમ સીધી ફાઈનલમાં આવી જશે. વિશ્વકપનાં પોઇન્ટ ટેબલ ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે ટીમ ઈંન્ડિયા તાજેતરમાં ટોપ પર બની રહેલી છે. જેનો ફાયદો ટીમ ઈંન્ડિયાને મળી શકે છે. પરંતુ દર્શકો આશા રાખીને બેઠા છે કે આ મેચ રમાય અને ટીમ ઈંન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને જ ફાઈનલમાં પહોચે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વિશ્વકપ 2019માં ભારતે લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમી છે જેમા તેણે 7 મેચમાં જીત મેળવી છે, એક મેચ ન્યૂઝીલેન્ડ સામે વરસાદનાં કારણે ધોવાઇ જતા રદ્દ થઇ હતી તો એક મેચ ઈંગ્લેન્ડમાં તેને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. ભારતનાં ખાતામાં કુલ 15 પોઇન્ટ છે વળી ન્યૂઝીલેન્ડએ વિશ્વકપમાં 9 મેચ રમી છે જેમા તેણે 5 માં જીત અને ત્રણ મેચમાં હાર મળી છે. જ્યારે એક મેચ ભારત વિરુદ્ધ વરસાદનાં કારણે ધોવાઇ ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.