બદલા લેના હે , ઈંડિયા….હિસાબ લેના હે , ઈંડિયા…. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ રોમાંચક વિડીયો હજારો લોકો દ્વારા નિહાળવામા આવ્યો. સુરતની ચાર દિકરીઓએ ટીમ ઈંડિયાને ચીયર-અપ કરવા માટે બનાવેલો આ વિડીયો હાલ દેશ-દુનિયામાં ધુમ મચાવી રહ્યો છે.
દેશભરમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયેલો છે. ક્રિકેટનો મહાકુંભ વિશ્વકપ હાલ ઈંગ્લેન્ડમાં ચાલી રહ્યો છે. ભારત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બને તે માટે સવા સો કરોડ ભારતીયો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. સુરતની ચાર દિકરીઓએ ટીમ ઈંડિયાને ચીયર-અપ કરતો વિડીયો બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા છોકરીઓ રાતોરાત લોકપ્રિય બની ગઈ છે.
ભારતે બાંગ્લાદેશને હરાવીને દબદબાભેર ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. દેશમાં ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા છે. ટીમ ઈંડિયાને ચીયર આપ કરવા સુરતની ચાર દીકરીઓ દ્વારા અનોખો વિડીયો બનાવમાં આવ્યો છે.
ધોરણ ત્રણમાં અભિયાસ કરતી 9 વર્ષની પ્રાથના પટેલ, મનપા સંચાલિત સ્મીમેરમાં ડોકટરનો અભિયાસ કરતી ટ્વિન્સ બહેનો સંસ્કૃતિ પટેલ અને બી બી એમાં અભ્યાસ કરતી આકૃતિ પટેલ, ધોરણ 9માં અભિયાસ કરતી વિશ્વા પટેલ ભેગા મળી ગયા હતા. અને ગત 12મી જુનના રોજ નક્કી કર્યું હતું કે ટીમ ઈંડિયા ને પ્રોત્સાહન આપવા માટે કઈ કરવું જોઈએ. ચારે દીકરીઓ દ્વારા બેન્ડ બનાવીને મ્યુઝિક અને સોંગ ગાઇને 04.07 મિનિટ નો વિડીયો બનાવ્યો હતો. આ વીડિયોમાં ચારે ડાન્સ કરે છે અને સાથે ગીત ગાઈ છે. ટીમ ઈંડિયાને મેચ જીતીને હારનો બદલો લેવા આહવાન કર્યું છે. ચારે દીકરીઓ કઝિન છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.