OMG!/ ઇઝરાયલમાં ડ્રોન દ્વારા આઇસ્ક્રીમ અને બિયરની ડિલીવરી કરવામાં આવી

બે વર્ષના આ કાર્યક્રમનો ઉદ્દેશ એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપિત કરવા માટે ઇઝરાયલી ડ્રોન કંપનીઓની ક્ષમતાઓનો ઉપયોગ કરવાનો છે. આ સંપૂર્ણ પરીક્ષણ પછી ગ્રાહક ડ્રોન દ્વારા માલસામાન ઓર્ડર કરી શકે છે

Top Stories
isreal ઇઝરાયલમાં ડ્રોન દ્વારા આઇસ્ક્રીમ અને બિયરની ડિલીવરી કરવામાં આવી

 આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઇ છે કે માનવ રહિત યંત્રો અમલી બની ગયા છે ,આજે ડ્રોન દ્વારા તમામ વસ્તુઓની ડિલીવરી થઇ રહી છે ,ઇઝરાયલના તેલ અવિવમાં ડ્રોનથી આઇસ્ક્રીમ અને બિયરના સપ્લાય  થઈ રહ્યો છે. આ ડ્રોનને તેલ અવિવ,-જાફા, રમત હૈશરોન, હર્જલિયા હદેરામાં રહેવાસી વિસ્તારોમાં ઉડાન ભરતા જોવા મળ્યો છે. આ પરીક્ષણ દરમિયાન કાર્યક્રમમાં ભાગ લેતી પાંચ કંપનીઓ દ્વારા સંચાલિત ડ્રોન ખુલ્લાં ક્ષેત્રોની ઉપર પ્રતિદિન આશરે 300 ઉડાન ભરશે.

isreal111 ઇઝરાયલમાં ડ્રોન દ્વારા આઇસ્ક્રીમ અને બિયરની ડિલીવરી કરવામાં આવી

બે વર્ષના આ કાર્યક્રમનો ઉદ્દેશ એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપિત કરવા માટે ઇઝરાયલી ડ્રોન કંપનીઓની ક્ષમતાઓનો ઉપયોગ કરવાનો છે. આ સંપૂર્ણ પરીક્ષણ પછી ગ્રાહક ડ્રોન દ્વારા માલસામાન ઓર્ડર કરી શકે છે. આ ઓર્ડર પછી ગ્રાહકોના સ્થાન પર ડ્રોન દ્વારા સામાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમાં ભાગ લેતી કંપનીઓની પાસે એક ઇમર્જન્સી સુવિધા (રીડિંગ ફાયર સ્ટેશન) માટે પણ એક સ્વાયત્ત સુરક્ષા મિશન કરવાવાળુ ડ્રોન હશે, જેથી ચાર્જિંગ સ્ટેશન પર સ્થિત ડ્રોન સક્રિય થઈ શકે.

આ સિવાય સ્કાયલિન્ક્સ ફ્લાયટેક એક પાઇલટ પ્રોજેક્ટ છે, જેમાં ગ્રાહક એક સમર્પિત એપના માધ્યમથી ઓર્ડર નોંધાવી શકશે અને ચાર્લ્સ ક્લોર પાર્ક (મંતા રેની બાજુમાં) ડ્રોનના માધ્યમથી પોતાનો આઇસક્રીમ પ્રાપ્ત કરી શકશે. સિમ્પ્લેક્સ ડાઉનવિન્ડ સહિત બધી હરીફ કંપની તેલ અવિવના કેન્દ્રમાં શહેરી ક્ષેત્રોમાં ઉડાન ભરશે. ઇઝરાયલ ઇનોવેશન ઓથોરિટીની ડેનિએલા પાર્ટેમે કહ્યું હતું કે આ વર્ષના પ્રારંભમાં 700 વખત ડ્રોનની ઉડાનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પણ હવે એ સંખ્યા વધીને 9000 થઈ ગઈ છે.