આઇસીએસઇ બોર્ડે કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે તેની 10 માં ધોરણની પરીક્ષા રદ કરી છે. આઈસીએસઇ બોર્ડે કહ્યું છે કે, 12 માં ધોરણની પરીક્ષા અંગેનો નિર્ણય જૂન 2021 માં લેવામાં આવશે. આઈસીએસઈ બોર્ડે કહ્યું છે કે, 12 માં ધોરણની પરીક્ષાને લઈને પરિસ્થિતિ જોતા ઓફલાઇન સંચાલન કરવા અંગે વિચાર કરવામાં આવશે. આ અગાઉ સીબીએસઇ બોર્ડે પણ 10 માં ધોરણનાં બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી અને 12 માં ધોરણની પરીક્ષા અંગે નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરી દીધી છે.
Covid-19 / કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા
અગાઉ આઇસીએસઇ બોર્ડે કહ્યું હતું કે, 10 માં ધોરણની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ 10 માં ધોરણની પરીક્ષા આપવા માંગે છે, તેઓ પરીક્ષા આપી શકે છે. બોર્ડ તેમના માટે મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. અગાઉનાં જાહેરનામામાં બોર્ડે કહ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થી જે 10 માં ધોરણની પરીક્ષા આપવા માંગતા નથી, તે પછીથી ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી શકે છે. જો કે આઈસીએસઈ બોર્ડે 12 માં ધોરણની પરીક્ષા અગાઉથી મુલતવી રાખી હતી. બોર્ડે કહ્યું હતું કે, 12 માં ધોરણની પરીક્ષા અંગેનો નિર્ણય જૂનમાં લેવામાં આવશે. આઇસીએસઇ બોર્ડની 10 માં ધોરણની પરીક્ષા 04 મે 2021 થી શરૂ થવાની હતી અને 07 જૂન 2021 સુધી ચાલવાની હતી. વળી 12 માં ધોરણની પરીક્ષા 8 એપ્રિલથી લેવાની હતી અને છેલ્લી 18 જૂનની અંતમા પરીક્ષા હતી. નોંધપાત્ર વાત એ છે કે સીઆઈએસસીઇ બોર્ડમાં બે બોર્ડ સામેલ છે. આપને જણાવી દઇએ કે, આઇસીએસઇ બોર્ડ 10 માં ધોરણની પરીક્ષા લે છે અને બોર્ડ 12 માં ધોરણની પરીક્ષાઓ (આઈએસસી) લે છે.
યાદ આવ્યુ લોકડાઉન / દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત બાદ, રેલ્વે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર પ્રવાસી મજૂરોની રાતભર જોવા મળી ભીડ
આપને જણાવી દઇએ કે, સીઆઈએસસીઇ બોર્ડની 10 માં ધોરણની પરીક્ષા 4 મે થી શરૂ થવાની હતી, તેનું છેલ્લુ પેપર 7 જૂને યોજાવાનુ હતુ, જ્યારે 12 માં ધોરણની પરીક્ષા 8 મી એપ્રિલથી ચાલી રહી હતી અને 18 જૂને પૂર્ણ થવાની હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ પણ હાઇ સ્કૂલની પરીક્ષાઓ રદ કરી હતી અને 12 માં ધોરણની પરીક્ષાની તારીખ મુલતવી રાખવામાં આવી હતી, 12 માં ધોરણની તારીખ આગળ કરી દેવામાં આવી છે, 12 માં ધોરણની પરીક્ષાની તારીખ કોરોનાની સ્થિતિને જોયા બાદ તે અંગે નિર્ણય લેવામાં આવશે.