સર્જરી દરમિયાન ગમે તેવી સહનશક્તિ ધરાવતી વ્યક્તિ કેમ ન હોય એક સમયે તે પણ રડું રડું થઈ જતી હોય છે. દર્દી ગમે તેવો સ્ટ્રોન્ગ હોય પરંતુ એક સમયે તે પડી જ ભાંગતો હોય છે. આ દરમિયાન હોસ્પિલના કર્મચારી પાસેથી એવી આશા હોય કે તમે તમારા ઈમોશનને કન્ટ્રોલ કરવામાં મદદ કરે પરંતુ હોસ્પિટલ તમારી એન્ઝાયટી અને ઈમોશન માટે ચાર્જ લગાવી દે તો! અમેરિકાની એક હોસ્પિટલમાં આવી વિચિત્ર ઘટના બની છે.
સોશિયલ મીડિયા પર એક મહિલાએ દાવો કર્યો છે કે સર્જરી દરમિયાન તે રડી પડી તો હોસ્પિટલે રડવાનો ચાર્જ બિલમાં એડ કરી દીધો. સોશિયલ મીડિયા પર આ મહિલાની પોસ્ટ વાયુ વેગે ફેલાઈ અને યુઝર્સે અમેરિકાની હેલ્થકેર સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા.
Mole removal: $223
Crying: extra pic.twitter.com/4FpC3w0cXu— Midge (@mxmclain) September 28, 2021
રડવાના ચાર્જમાં ડિસ્કાઉન્ટ
mxmclain નામનું યુઝર અકાઉન્ટ ધરાવતી મહિલાઓ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બિલનો ફોટો શેર કર્યો છે. કુલ $234.056 (આશરે 17390 રૂપિયા)ના બિલમાં ઈમોશનલ થવા માટે હોસ્પિટલે $11 (આશરે 800 રૂપિયા) ઉમેર્યાં. નવાઈની વાત તો એ છે કે હોસ્પિટલે તેમાં $2.20 (આશરે 163 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ આપ્યું,.
સોશિયલ મીડિયા યુઝરે કરી ટીકા
હોસ્પિટલની આવી ઓછી હરકત મહિલાએ જગજાહેર કરવાનો નિર્ણય લીધો. 24 કલાકની અંદર મહિલાની પોસ્ટ વાઈરલ થઈ. આ પોસ્ટ પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી હોસ્પિટલની કામગીરી વખોડી છે. એક યુઝરે લખ્યું કે આ બિલ અમેરિકાની હેલ્થકેર સિસ્ટમની વાસ્તવિકતા જણાવે છે. તો અન્ય એક યુઝરે કટાક્ષમાં કહ્યું કે, હું તો અત્યાર સુધી ઈમોશનને ફ્રી સમજતો હતો. જ્યારે કેટલાક યુઝરને હોસ્પિટલનું 163 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દરિયાદિલી લાગ્યું.
Mole removal: $223
Crying: extra pic.twitter.com/4FpC3w0cXu— Midge (@mxmclain) September 28, 2021