કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેની વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા ભારતમાં ધીમે ઘટાડો જોવામાં આવી રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનો ટેસ્ટ કરાવવો એ ખૂબ જ જરૂરી છે સરકાર દ્વારા વારંવાર ભલામણ કરવામાં આવે છે.કોરોના ના આરતી પીસીઆર ટેસ્ટ માટે સામાન્ય જનતાને વધારે ખર્ચ ન કરવો પડે તે માટે મહાનગરપાલિકાએ ખાસ જાહેરાત કરતા કોરોના માટે કરવામાં આવતા આરટી પીસીઆર ટેસ્ટ ના ભાવ સુનિશ્ચિત કર્યા છે.
Stunning / 12 જાન્યુઆરી સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો અદભૂત નજાર…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝાએ આજે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર વિસ્તારમાં કાર્યરત તમામ લેબોરેટરીઓ અને હોસ્પિટલો આરટીપીસીઆર ટેસ્ટનો પ્રતિ વ્યક્તિદીઠ ભાવ રૂ.800 જ વસુલી શકશે.જો 800થી વધુ ભાવ વસુલવામાં આવશે તો સંબંધિત ખાનગી લેબોરેટરીની માન્યતા રદ કરવામાં આવશે.
Mahesana / દૂધસાગર ડેરીમાં પ્રથમ રાઉન્ડમાં પરિવર્તન પેનલ પાવરમાં, જાણો …
આ ઉપરાંત વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે પ્રસિધ્ધ થયેલા પરિપત્રની રાજકોટ મહાપાલિકા દ્વારા આજથી જ ચૂસ્ત અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. સરકારના દિશા નિર્દેશ મુજબ કોઈપણ લેબોરેટરી કે હોસ્પિટલ જ્યારે દર્દીના ઘરે જઈ સેમ્પલ લે ત્યારે ઘરમાં એક કરતાં વધારે વ્યક્તિના સેમ્પલ લેવામાં આવે તેવા કિસ્સામાં કોઈપણ એક વ્યક્તિના ટેસ્ટનો ભાવ રૂ.1100 લઈ શકશે ત્યારબાદ એકથી વધુ વ્યક્તિ હોય પછી તે ગમે તેટલા હોય તો તેના સેમ્પલનો ભાવ રૂ.800 જ લઈ શકશે. રાજ્ય સરકારના આ પરિપત્રની અમલવારી ચૂસ્તપણે કરવાની રહેશે. જો રાજકોટ શહેરની કોઈપણ હોસ્પિટલ કે લેબોરેટરીમાં પરિપત્ર કરતાં વધુ ભાવ વસુલવામાં આવતા હોય તો તુરંત જ મહાપાલિકામાં ફરિયાદ કરી શકાશે.
Covid-19 / બ્રિટિશ PM બોરિસ જ્હોન્સને ભારતની મુલાકાત કરી રદ, જાણો શું છ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…