પ્રેમ માં પડનારને હંમેશા મેવા જ નહિ ક્યારેક સજા પણ મળે છે. પરંતુ ક્યારેક એ સજા વધુ પડતી આકરી અપાતી હોય છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લામાંથી એક ભયાનક વિડીયો સામે આવ્યો છે. જેમાં પ્રેમ માં પડેલા ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો.
મળતી વિગત અનુસાર પંચમહાલ જીલ્લાના ઓરવાડા ગામમાં ત્રણ યુવાનોને થાંભલા સાથે બાંધીને ફટકારવામાં આવ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં ગ્રામજનો ભેગા થઈને યુવાનોને એક થાંભલા સાથે બાંધીને ઢોર માર મારતા નજરે ચડે છે તો એક યુવકને દોરડાથી બાંધીને ઘસેડતા જોવા મળે છે. યુવાનાને એટલી હદે ફટકારવામાં આવ્યો હતો કે તે બેભાન થઇ ગયો હતો. બેભાન થયેલા યુવાનને વિડીયોમાં જોઈ શકાય છે. સાથે સાથે એક યુવાનને ઝાડના થડ સાથે બાંધીને સજા આપવામાં આવી હતી. વિડીયોમાં દેખાતા એક છોકરાની ઉંમર અંગે પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને પ્રેમપ્રકરણમાં યુવાનોને સજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે યુવાનોને ઢોર માર મારવાના ગુનામાં પોલીસે વિડીયોના આધારે પાંચ લોકોની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :શાહરૂખ ખાને પઠાણ બાદ નવી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, લીક થયેલા ફોટોમાં ‘બાદશાહ’ને ઓળખવો મુશ્કેલ
આ પણ વાંચો :એવું તો શું થયું હતું કે રશ્મિકા મંદાના થઈ હતી ડિપ્રેશનનો શિકાર, જાણો કેવી રીતે શરૂ થયું કરિયર
આ પણ વાંચો :તનિષા મુખર્જીને બોબી દેઓલે કરી KISS, અભિનેત્રીએ કહ્યું- ‘તમે બ્રશ નથી કર્યું..’
આ પણ વાંચો : Yo Yo Honey Singh સાથે દિલ્હીની ક્લબમાં કરવામાં આવ્યું ગેરવર્તન, વ્યક્તિએ કહ્યું- ભગાડી દીધો હની…