Ahmedabad News : એકતરફ ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા ઓછી થઈ રહી છે. જ્યારે સામે ખાનગી સ્કૂલો વધી રહી છે. દરમિયાન ડીઈઓએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં ક્યુઆર કોડ તથા ગુગલ લીંક મારફતે વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીક કે અન્ય ઠેકાણાની ગ્રાન્ટેડ સ્કૂલોની માહિતી મેળવી શકશે.
તે સિવાય ધો.9 અને 12 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો પ્રવેશ પણ મેળવી શકશે. જો કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ કોઈ બિનજરૂરી કારણથી પ્રવેશ આપવાનો ઈન્કાર કરે તો ડીઈઓ કચેરી દ્વારા પર્વેશમાં મદદ કરાશે.
ગ્રાન્ટેડ સ્કૂલોમાં નજીવા કે નહિવત ફી ના ધોરણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે. તે અંગે કેટલાક વાલીઓ અજાણ છે. વાલીઓમાં ગ્રાન્ટેડ સ્કૂલો અંગે જાગૂતિ આવે તથા બાળકને ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષણ આપી શકે તે માટે ડીઈઓ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના માટે ડીઈઓ દ્વારા તૈયાર કરાયેલી લીંક પર ક્લિક કરવાથી વાલીઓને શહેરની તમામ ગ્રાન્ટેડ સાળાઓનું લિસ્ટ મળશે.
આ ગ્રાન્ટેડ સ્કૂલામા લિસ્ટ સિવાય ગુગલ મેપનું લોકેશન, સ્કૂલનું સરનામુ, આચાર્યના નામ અને નંબર સહિતની તમામ વિગતો એક ક્લિકથી વાલીઓને મળી રહેશે. જો સ્કૂલ દ્વારા પ્રવેશ ન મળે તો ડીઈઓ કચેરીના સારથી હેલ્પલાઈન નંબર 9909922648 નંબર પર મેસેજ કરીને મદદ મેળવી શકાશે.
અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીનું કહેવું છે કે અમદાવાદમાં 312 ગ્રાન્ટેડ સ્કૂલો છે. આ સ્કૂલોમાં 1150 થી પણ વધુ વર્ગ છે. અંદાજે 75,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોની બેઠખ છે. જેમાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે.
આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ
આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….