કોરોના મહામારીની બીજી લહેરે ભારત સહિત આખી દુનિયાને હચમચાવી દીધી છે. પણ એક નવા રીસર્ચમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જો આ પાંચ કામ પહેલાં કરી દેવામાં આવ્યા હોત તો પહેલી લહેરમાં કોરોનાને મહામારી બનતા રોકી શકાયો હોત. વર્ષ 2019 અને 2020 ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક નિર્ણયો લેવામાં એટલું મોડું થયુ કે કોરોના ભયાનક મહામારી બનીને દુનિયામાં છવાઇ ગયો. અને તેના લીધે અત્યાર સુધીમાં ૩૪ લાખ લોકોએ જીવ ગુમાવી દીધા. આ લોકોને બચાવી શકાયા હોત. આ સ્ટડી કરાવ્યુ છે WHOએ. આવો જાણીએ એ પાંચ કામ કયા હતા જેથાથી કોરોના મહામારીને રોકી શકાઇ હોત.
પહેલુઃ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરવામાં 8 દિવસ મોડું
ચીનની સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૧૯એ જણાવ્યુ હતુ કે વૃહાનમાં અજાણ્યા કારણોથી ફેલાઇ રહેલા ન્યુમોનિયાના ડઝનબંધ કેસની સારવાર કરી રહ્યા છીએ. ત્યાં સુધી એ વાતની સાબિતી મળી ન હતી કે તે કોરોના વાયરસ છે જે ઝડપથી મનુષ્યને સંક્રમિત કરી રહ્યો છે. WHOએ તેના પર એક્શન લેવામાં ઘણુ મોડું કરી દીધું. વુહાનમાં તપાસકર્તાઓને જેવી ખબર પડી કે ન્યુમોનિયા કોરોના વાયરસથી ફેલાઇ રહ્યો છે. તેમણે તાત્કાલીક ઓપન મિડીયા સોર્સમાં આ જાણકારી નાખી દીધી. મિડીયામાં આ ખબર સામે આવ્યા પછી પણ પ્રશાસને કોઇ કાર્યવાહી ન કરી. WHOએ 22 જાન્યુઆરીએ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી. જ્યારે આ કામ તેને આઠ દિવસ પહેલાં કરી દેવાનું હતું.
બીજુઃ ફેબ્રુઆરી 2020 હતો સૌથી વધારે જરૂરી મહિનો
વૈશ્વિક ઇમરજન્સી જાહેર થયા બાદ કેટલાય દેશો પોતાની સીમાઓ બંધ કરવા અને યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં ઘણા ધીમા રહ્યા.જેના લીધે ફ્રેબુઆરીનો મહિનો ખરાબ થઇ ગયો. આ સ્ટડી કરનારી ટીમના કો-ચેયર એલન જોન્સન સરલીફે કહ્યુ કે જો આજ મહિનામાં દુનિયાના અલગ અલગ દેશ ઝપડપથી એક્શન લીધા હોત તો આજે આ હાલત ન થઇ હોત. ન્યુઝીલેન્ડે ખુબ ઝડપથી એક્શન લીધું જેના લીધે ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ અને મૃત્યુ દર બાકીના દેશોથી ઘણો ઓછો રહ્યો. ત્યાં અત્યાર સુધીમાં માત્ર ૨૬ લોકોના જ મોત થયા છે. ૨ ફેબ્રુઆરીએ ફીલીપિંસ પહેલો એવો દેશ હતો જ્યાં ચીન ઉપરાંત કોવિડ-૧૯થી પહેલા વ્યક્તિનું મોત થયું. ન્યુઝીલેન્ડમાં ૧૪ દિવસ આઇસોલેસન અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્રતિબંધનો કડક નિયમ લાગુ કર્યો.
ત્રીજુઃ આંતરરાષ્ટ્રીય નેતાઓએ કરી બેદરકારી
વૈજ્ઞાનિકોની વાત નહી માનીને કેટલાય દેશોના નેતાઓ અને પ્રમુખોએ વૈજ્ઞાનિકોની સલાહ માની ન હતી. તેમણે સાઇન્ટીફિક રિસર્ચ અને સલાહને નજરઅંદાજ કરી. સમયસર કડક નિર્ણયો ન લીધા. જેના લીધે મહામારીનુ રૂપ વધારે ભયાનક થતુ ગયું. તેમાં સૌથી ઉપર અમેરીકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું નામ છે. તેમણે સતત તેમના પ્રમુખ વૈજ્ઞાનિકની સલાહ ન માની. જ્યારે અમેરીકામાં પહેલો કોવિડ-૧૯નો કેસ જાન્યુઆરીમાં મળ્યો હતો. ત્યારે ટ્રંપે કહ્યુ હતુ કે એક વ્યક્તિ જ બિમાર છે. બાકી બધુ નિયંત્રણમાં છે. બીજા મહિને તેમણે કહ્યુ કે આ બિમારી ગાયબ થઇ જશે. આજે અમેરીકામાં સૌથી વધારે 5.96 લાખથી વધારે લોકોના મોત થઇ ચૂકયા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ પણ આવુ જ વલણ અપનાવ્યું. તેમણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લગાવવાની મનાઇ કરી દીધી.તેમણે કહ્યુ કે આ એક સાધારણ ફ્લું છે. આવી હાલત તાન્જાનિયા અને તુર્કમેનિસ્તાનમાં પણ હતી. જ્યાંના રાષ્ટ્રપતિએ એક છોડથી કોરોનાને હરાવવાનું નિવેદન આપ્યું.
ચોથુઃ પીપીઇ કિટ, ICU અને બેડની મારામારી
અલેન જોન્સન સરલીફે કહ્યુ કે આખી દુનિયા આ મહામારી માટે તૈયાર ન હતી. સરકારો અને નેતા ત્યારે એક્શનમાં આવ્યા જ્યારે હોસ્પિટલોમાં ICU બેડ અને પીપીઇ કિટની ખછત થવા લાગી. પણ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઇ ગયુ હતું. તે સમયે વિજેતા એ બન્યો હોત જે પીપીઇ કિટ અને દવાઓને પોતાની પાસે જમા કરી હોત. આખી દુનિયામાં ડોક્ટર્સ અને સ્વાસ્થયકર્મીઓની અગ્નિપરીક્ષા શરૂ થઇ ગઇ. તેઓ કોરોના સંક્રમિતોની સારવાર કરતાં કરતાં પોતે બિમાર પડવા લાગ્યા. અને મરવા પણ લાગ્યા.
પાંચમુઃ પછી આવી અસમાનતાની મહામારી
એલન જોન્સન સરલીફે કહ્યુ કે કોવિડ-૧૯ના લીધે આખી દુનિયામાં અસમાનતાની મહામારી પણ ફેલાઇ. તે દેશની અંદર અને દેશોની વચ્ચે જોવા મળી. તેનું સૌથી મોટું ઉદાહરણ ભારત છે. કોરોના સંકટના લીધે ભારતની હાલત ખરાબ થઇ ગઇ. કારણ કે અહી ગરીબોની સંખ્યા ઘણી વધારે છે. અને તે કરોડોમાં છે. અને સૌથી વધારે મુશ્કેલીમાં આ લોકો જ આવ્યા. લોકોને સ્મશાન અને કબ્રસ્તાનોમાં અંતિમસંસ્કાર માટે રાહ જોવી પડી. ઓક્સિજનની અછત સર્જાઇ, વેન્ટિલેટરની પણ ઘટ થઇ. ગત મહિને યુકેએ ભારતમાં 1000 વેન્ટિલેટર મોકલ્યા હતા. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 135 કરોડની વસ્તિવાળા દેશમાં ઘણા ઓછા લોકોનું વેક્સિનેશન થયુ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરને મહામારીની સુનામી કહેવામાં આવી રહી છે. જેણે દેશની હાલત બગાડી નાખી છે.