Dwarka News: ધારાસભ્ય પબુભા માણેકે દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓ અટકાવવા બદલ અધિકારીઓને સામે બરોબર આકરા પાણીએ આવી ગયા હતા. પબુભા માણેકે જણાવ્યું હતું કે 20 દિવસમાં નિયમો નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો 20 દિવસમાં નિયમો બનાવવામાં નહીં આવે તો અમે પરવાનગી વિના પ્રવૃત્તિઓ શરૂ કરીશું. ધારાસભ્યએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રીએ પણ રિપોર્ટ આપવો હોય આપી દેજો.
ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચ પર લાંબા સમયથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે. પ્રવાસીઓ પણ તેનો આનંદ માણી શકતા નથી. આ મામલે ધારાસભ્ય પબુભા માણેકે અધિકારીઓને આડે હાથ લીધા હતા અને તાત્કાલિક કામગીરી શરૂ કરવા પણ સૂચન કર્યું હતું.
પબુભા માણેકે અધિકારીઓને જણાવ્યું હતું કે તમારી પાસે 20મી સુધીનો સમય છે, શરૂ કરો, જો તમે શરૂ નહીં કરો તો પ્રવૃત્તિ શરૂ થઈ જશે. પછી પોલીસ મોકલો તો ગમે તેમ કરો. અહીં હું ઓખામંડળના 42 ગામ એકઠા કરીશ. પછી મુખ્યમંત્રીને જાણ કરવી હોય તો કરો, તમારી પદ્ધતિ શું છે? આમ આગામી સમયમાં આ દિશામાં જો કોઈ પગલાં ન લેવાયા તો પબુભા માણેક હવે શું કરે છે તેના પર બધાની નજર રહેશે. પબુભા માણેક આમ પણ તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા તેમના આ સ્વભાવના કારણે મીડિયામાં પણ ચર્ચાતા રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવ દરમિયાન નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર
આ પણ વાંચો: શારદીય નવરાત્રી શરૂ થતા કઈ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે…
આ પણ વાંચો: નવરાત્રી સ્પેશિયલ સાબુદાણા વડા બનાવવાની સરળ રેસિપી, સ્વાદ હંમેશા યાદ રહેશે