Rajkot News/ રાજકોટના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. ધોરાજી તાલુકાના સૂપેડી ગામનો વતની કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસોજીએ ગેરકાયદેસર ફટાકડા બનવવાનું મસ મોટું કારખાનું પકડી પાડ્યું હતું. 

Gujarat Rajkot Breaking News
Beginners guide to 64 1 રાજકોટના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. ધોરાજી તાલુકાના સૂપેડી ગામનો વતની કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસોજીએ ગેરકાયદેસર ફટાકડા બનવવાનું મસ મોટું કારખાનું પકડી પાડ્યું હતું.

જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડ.નામના ગોડાઉનમાં કારસ્તાન ચાલતું હતું. આ ગોડાઉન પાસે રહેણાક વિસ્તારો પણ આવેલા છે. આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે પરવાના વગર ફડકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટ્રિયલસ રાખવામાં આવેલ હતા. આ કેમિકલ અને રો મટ્રીયલસમાંથી ફટકાકડા બનાવવમાં આવી રહ્યા હતા. જેતપુરના તંત્ર પર ઉઠ્યા સવાલો? શું જેતપુર મામલતદાર તેમજ પોલીસ મીઠી નીંદરમાં છે?

આ ફટાકડા બનાવાનું ગેરકાયદે કારખાનુ ધમધમતું હોવા છતાં જેતપુર પોલીસ ગાઢ નિન્દ્રામાં હતી.આ મામલે પોલીસે સાહિલભાઇ મુકેશભાઇ રામોલીયા, શ્યામુ હાકીમસીંહ કુસ્વાહ, દેવેન્દ્રભાઇ અરવિદભાઇ માથુર અને કારખાના માલિક જીજ્ઞેશભાઇ પરસોત્તમભાઇ વિરમગામા રહે,સુપેડી તા-ધોરાજી જી-રાજકોટ. ની ધરપકડ કરી છે.  SOG ગ્રામ્ય પોલીસે.રૂ.૩૬,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો  છે. ઉદ્યોગનગર પોલીસ.સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૨૫,૨૮૮ તથા સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ ની કલમ ૯બી(૧-એ,બી),૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

આ પણ વાંચોઃ રાજકોટમાં જયદીપ દેવડાની દારૂ કેસમાં સંડોવણીનો મામલો ગરમાયો

આ પણ વાંચોઃ મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ