લીલીયા રેંજમાં ગેરકાયદે લાયન-શૉ કરનાર ઝડપાયા
લાયન-શૉ સમયે જ શેત્રુંજી ડીવીજન DCFની ટીમ ત્રાટકી
ક્રાકચ નજીક રેવન્યુ વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા
સિંહ દર્શન સમયે જ વનવિભાગની ટીમ પોહચી
4 આરોપીઓને વનવિભાગની ટીમે દબોચી લીધા
અન્ય આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહયા
લીલીયા રેન્જ દ્વારા તમામ સામે કાર્યવાહી હાથ ધરાઈ
અમરેલી લીલીયા રેંજમાં ગેરકાયદે લાયન-શો કરનારા ઝડપાયા છે. નોંધનીય છે કે જે સમયે લાયન શો ચાલી રહ્યો હતો એ સમયે જ શેત્રુંજી ડીવિઝનની ડીસીએફ (DCF)ની ટીમ ત્રાટકી હતી. ક્રાકચ નજીક રેવન્યુ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જે સમયે સિંહ દર્શન ચાલી રહ્યું હતુ એ સમયે જ વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને ચાર આરોપીઓને વનવિભાગની ટીમે દબોચી લીધા હતા. જો કે અન્ય આરોપી નાસી છુટવામાં સફળ નિવડયા હતા. લીલીયા રેન્જ દ્ધારા તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.