સરકારે લીધેલા લોકડાઉનના કર્યા વખાણ
હજુપણ આ લોકડાઉનને શરૂ રાખવાની કરી માંગ
31 મે સુધી લોકડાઉન કરવાની કરી માંગ
લોકડાઉનના લીધે કોરોના પર આંશિક જીત મળી
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો તરખાટ મચાવ્યો હતો. રાજ્યમાં ટેસ્ટીંગ થી લઈ સ્મશાન સુધી લાંબી લાઈનો જોવા મળી હતી. કોરોનાને કાબુમાં લેવા માટે ઘણા નાના ગામડા અને શહેરોએ સ્વયંભુ લોક ડાઉન નો સહારો લીધો હતો. તો જયારે સરકારે પણ રાજ્યના ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન નાખ્યું હતું. અને પરિણામ સ્વરૂપ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ત્યારે રાજ્યમાં નાખેલા આંશિક લોક ડાઉન ની અવધી પણ આજરોજ પૂરી થઈ રહી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 31મી સુધી રાજ્યમાં આંશિક લોક ડાઉન યથાવત રાખવું જોઈએ. આંશિક લોક ડાઉન ને કારણેજ કોરોના ને કાબુ કરવામાં સફળતા મળી છે.
રાજયમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી. પરિસ્થિતિ અત્યંત દુષ્કર બની હતી. જો કે હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. પરંતુ હજુ ગઈ કાલે ૧૯ મેં ના રોજ પણ રાજ્યમાં ૫૦૦૦+ કેસ આવ્યા હતા. અને આવા સંજોગોમાં જો બધું ફરી યથાવત કરી દેવામાં આવે તો નવા કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો આવી શકે છે. કોરોનાની પરિસ્થિતિ ફરી વકરી શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખી 31મી મે સુધી મીની લોકડાઉન રાખવું જરૂરી છે. ત્યારે આ મેડિકલ એસોસિએશન દ્વારા CMને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.