હિન્દુ ધર્મ/ ધાર્મિક કાર્યોમાં કેરી એટલે કે આંબાના પાંદડાનું મહત્વ

હાલમાં આપણે શુભ કાર્યોમાં આસોપાલવના પાન નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ભારતના ઘણા ભાગોમાં આજે પણ આંબાના પાનનો ઉપયોગ થાય છે.

Dharma & Bhakti
લીંબુ મરચા 2 ધાર્મિક કાર્યોમાં કેરી એટલે કે આંબાના પાંદડાનું મહત્વ

તમે કેરીનું ઝાડ જોયું હશે. આ ઘટાટોપ ઝાડની નીચે બેસીને હીંચકા ખાવા અને રમવાનો આનંદ કઈ અલગ જ હોય છે. જૂની પેઢીએ તો આ આનંદ માણ્યો હશે. પરંતુ આજની મોબાઈલ વાળી પેઢી એ પરમ સુખના આનંદથી વંચિત રહી ગઈ છે. હાલમાં આપણે શુભ કાર્યોમાં આસોપાલવના પાન નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ભારતના ઘણા ભાગોમાં આજે પણ આંબાના પાનનો ઉપયોગ થાય છે. ચાલો, આજે આપણે હિન્દુ ધાર્મિક કાર્યોમાં કેરીના પાન, ફળો વગેરેનું મહત્વ જાણીએ.

22 Diwali crafts ideas | diwali craft, diwali, crafts

  1. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કેરીના પાનનું તોરણ લટકાવવાથી ઘરમાં પ્રવેશતાની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
  2. કેરીના પાનો ઉપયોગ જળ કળશમાં પણ થાય છે. જળ કળશમાં કેરીના પાન મૂકીને ઉપર નાળિયેર મૂકવામાં આવે છે.
  3. યજ્ઞની વેદીની સજાવટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  4. 4. આંબાના પાંદડાઓનો ઉપયોગ મંડપને સજાવવા માટે પણ થાય છે.
  5. કેરીના પાનનો ઉપયોગ ઘરના પૂજા સ્થાન અથવા મંદિરોને સુશોભિત કરવા માટે પણ થાય છે.
  6. તોરણ, વાંસના થાંભલા વગેરેમાં કેરીના પાનથી સુશોભન કરવાની પરંપરા છે.
  7. માંગલિક તહેવારનું વાતાવરણ ધાર્મિક બનાવવામાં દિવાલો પર કેરીના પાન લગાવવામાં આવે છે. જે વાતાવરણને શુદ્ધ બનાવે છે.
  8. આરતી અથવા હવન પછી કેરીના પાંદડામાંથી પાણી છાંટવામાં આવે છે.

કેરીના પાનના પતરાળા બનાવવામાં આવે છે અને તેણી ઉપર ભોજન કરવામાં આવે છMango Leaves For Puja – Essential Direct -Grocery store-Daily Needs

  1. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ, કેરીના પાંદડા ડાયાબિટીઝ મટાડવાની ક્ષમતા ધરાવે છે. કેરીનું પાન કેન્સર અને પાચને લગતા રોગોમાં પણ ફાયદાકારક છે. કેરીનો રસ અનેક રોગો મટાડે છે.
  2. પંચફળનો ઉપયોગ માંગલિક કાર્યોમાં થાય છે, જેમાં કેરીના ફળનો પણ સમાવેશ કરવામાં આવે છે.
  3. કેરીના ઝાડનું લાકડું અનાડી કાળથી યજ્ઞ વિગેરેમાં સમિધા તરીકે વપરાતું આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કેરીના ઝાડના લાકડા, ઘી, હવન સામગ્રી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણમાં સકારાત્મકતા વધે છે.
  4. ઘરમાં કેરીના લાકડાના ફર્નિચરને ઓછું રાખવું જોઈએ. કેરીને બદલે ઘરમાં સોપારી, સાલ, શીશમ, અખરોટ અથવા સાગ લાકડાનો ઉપયોગ કરવો જોઇએ.