દેશનાં સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. મોટી જાહેરાતોમાંની એક અપડેટેડ રિટર્ન સાથે સંબંધિત છે. જો ભૂલ જણાય તો કરદાતાઓ આકારણી વર્ષથી બે વર્ષ માટે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે.
આ પણ વાંચો – Budget 2022 / બાળકોના શિક્ષણ માટે 200 નવી ટીવી ચેનલો, ડિજિટલ યુનિવર્સિટી કરવામાં આવશે શરૂ
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે ગૃહમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટ ભાષણ દરમિયાન કરદાતાઓ માટે IT રિટર્ન અપડેટ કરવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે કરદાતાઓ દંડ ભરીને તેમના છેલ્લા બે વર્ષનાં આઇટી રિટર્ન અપડેટ કરી શકશે. જણાવી દઈએ કે કરદાતાઓને આવકવેરાનાં સ્લેબમાં કોઈ રાહત મળી નથી. આવકવેરા રિટર્નનો સ્લેબ એ જ રહે છે. આમાં કોઈ સીધી છૂટ આપવામાં આવી નથી. વળી, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વળી, 80C માં પણ કોઈ છૂટ નથી. કરદાતાઓને રાહત આપતા નિર્મલા સીતારમણે ગૃહમાં કહ્યું કે, હવે કરદાતાઓ તેમની ભૂલો સુધારી શકશે. આ માટે તેમને બે વર્ષનો સમય આપવામાં આવ્યો છે. તે બે વર્ષ જૂના રિટર્ન ફાઈલ કરી શકે છે. બસ આ માટે તેઓએ કેટલાક રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડશે. જો કે, 2.5 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકાનાં દરે ટેક્સ લાગે છે.
આ પણ વાંચો – Budget 2022 / ખેડૂતો માટે બજેટમાં કરવામાં આવી હતી આ મોટી જાહેરાતો, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું
આપને જણાવી દઈએ કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. વળી, હીરા અને જ્વેલરી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. 3 વર્ષ સુધીનાં સ્ટાર્ટ અપ માટે વધુ 1 વર્ષ માટે ટેક્સમાં રાહત આપવામાં આવતી નથી. LTCG પર મહત્તમ ટેક્સ હવે 15 ટકા રહેશે.