Patan News: સતત વિવાદોમાં રહેતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-HNGUનો વિવાદ સામે આવ્યો છે, અને હવે તો યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીના કારણે યુનિવર્સિટીની બદનામી થઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 38 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના બની છે, જેમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કોર્ટની લેખિતમાં માફી માંગી 15 હજાર દંડ ભરવો પડ્યો છે.
HNGU સંલગ્ન તલોદ કોલેજના એક આચાર્યને કોલેજ મંડળે ફરજ મોકૂફ કર્યા હતા. આ આચાર્યએ યુનિવર્સિટીની શિક્ષણ ટ્રિબ્યુનલમાં રજૂઆત સાથે RTI કરી હતી. જો કે ત્યારબાદ પણ યુનિવર્સિટીએ કોઈ કાર્યવાહી ન કરતા અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અવમાનની અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે આકરું વલણ દાખવતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈ હાઈકોર્ટની લેખિતમાં માફી માંગી 15 હજાર દંડ ભરવો પડ્યો છે. HNGUના 38 વર્ષના ઇતિહાસમાં રજિસ્ટ્રાર રોહિત દેસાઈ પહેલા એવા રજિસ્ટ્રાર છે જેમને કોર્ટ સમક્ષ માફી મંગાવી પડી છે.
@પ્રવીણ દરજી, મંતવ્ય ન્યુઝ, પાટણ