અમદાવાદમાં ગઈ કાલે સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદના પગલે શહેરીજનોની મુશ્કેલી વધી હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે શહેરમાં 36 જેટલા ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. અનેક ઠેકાણે રસ્તા પર ઝાડ પડતા રસ્તો બ્લોક કરવાની ફરજ પડી હતી. હાલ તો બ્લોક થયેલા રસ્તાઓ ખુલ્લા કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે. એટલુ જ નહીં ઝાડ પડવાની ઘટના ત્રણ કાર અને એક ઓટો રીક્ષા પણ દટાયા હોવાનું સામે આવ્યું છે.
ક્યાં કેટલા ઝાડ પડ્યા
- પશ્ચિમઝોનમાં 22
- ઉત્તર પશ્ચિમઝોનમાં 9
- દક્ષીણ પશ્ચિમઝોનમાં ૩
- દક્ષિણઝોનમાં 2
શહેરમાં રવિવારે બપોર પછી અચાનક તૂટી પડેલા ભારે વરસાદને પગલે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને હજુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સોમવારે શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ શહેર પાણી-પાણી થયું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતાં. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતાં. શહેરમાં ત્રણ દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે.
આ પણ વાંચો:ચીનને પાછળ છોડી 2023 સુધીમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે ભારત!
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, બે જિલ્લામાંથી 700થી વધુ લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો: દેવઘાટ ધોધ ખાતે પ્રવાસીઓનો ધસારો, લોકોજીવના જોખમે સેલ્ફી લેતા નજરે ચઢ્યા