અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાની માતા આસપાસનાં મકાનમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. જ્યારે સગીરા ધોરણ-7 માં અભ્યાસ કરે છે. આપને જણાવી દઇએ કે, આ મહિલાનાં કાકાનો દિકરો છેલ્લાં એક વર્ષથી મહિલા સાથે એક જ ઘરમાં રહેતો હતો અને વાસણાં વિસ્તારમાં મજૂરી કરતો હતો.
કુટુંબી મામાએ સગીરાની એકલતાનો લાભ લઇને અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. સગીરા છેલ્લાં 3 મહિનાથી માસીક ધર્મમાં ન આવતા માતાએ હોસ્પિટલમાં તપાસ કરાવતા સગીરાને 21 સપ્તાહનો ગર્ભ હોવાનું ડોક્ટરે જણાવ્યુ હતુ. જેથી માતાએ સગીરાને આ બાબતે પુછતા તેનાં કુટુંબી મામા ભગા ખડેરાએ જ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું ખુલ્યુ હતુ. છેલ્લાં 3 મહિનાથી યુવક ધાનેરા પોતાના ગામડે જતો રહ્યો હોવાથી પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ આરોપીની ધાનેરાથી ધરપકડ કરી અમદાવાદ લાવવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.