Ahmedabad News/ અમદાવાદમાં ગણેશ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર

મૂર્તિઓને જેસીબીથી તોડી ટ્રકમાં ભરાતા લોકોએ ગુસ્સે થયા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 09 19T102141.634 અમદાવાદમાં ગણેશ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર

Ahmedabad News: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) ગણપતિ મહોત્સવ (Ganesh Mahotsav) અને વિસર્જન ધૂમધામથી ઉજવાઈ ગયો. જોકે, કોર્પોરેશન દ્વારા આસ્થા પર બૂલડોઝર ફેરવાઈ ગયું છે. જેસીબી દ્વારા ગણેશ મૂર્તિઓની હાલત બદતર કરાતા લોકોની આસ્થાના ઠેસ પહોંચી છે.

મૂર્તિઓને જેસીબીથી (JCB) તોડી ટ્રકમાં ભરાતા લોકોએ ગુસ્સે થયા છે. સામાજીક અગ્રણીએ વીડિયો વાયરલ કરી કોર્પોરેશનની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. અમદાવાદમાં લોકોએ ગણેશજીની સ્થાપના કર્યા બાદ એએમસીએ બનાવેલા કુંડમાં ગણેશજીનું વિસર્જન કર્યુ હતું. મૂર્તિના ટુકડા કરા પીરાણા પાસે ખાડામાં દાટી દેતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાજીક અગ્રણીઓએ કોર્પોરેશનની કામગીરીનો વીડિયો બનાવ્યો હતો.

ઘણા લોકોએ ગણેશજીની મૂર્તિ પાછા પોતાના ઘરે લઈ ગયા હતા, તેમ લોકોનું કહેવું છે. એએમસીએ 49 વિસર્જન કુંડ બનાવ્યા હતા. આ વર્ષે 41868 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું છે. એએમસીએ બધી મૂર્તિઓ ખંડિત ન થાય તે રીતે વિસર્જિત કરવી જોઈએ. લોકોનું કહેવું છે ક મૂર્તિ સાથે લોકોની આસ્થા, શ્રદ્ધા જોડાયેલી છે. જો પૂરતી માટી મળે તો યોગ્ય રીતે બાપ્પાની મૂર્તિ વિસર્જિત થઈ શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AMC અધિકારીઓની મિલીભગતને અટકાવવા એસ્ટેટ વિભાગ પર રાખશે ચાંપતી નજર!

આ પણ વાંચો:AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ

આ પણ વાંચો:AMC દ્વારા જ કાયદાનો ભંગઃ ગંભીર પ્રકારના કોર્ટ કેસ હોવા છતાં બાંધકામની રજાચિઠ્ઠી