Not Set/ અમદાવાદમાં હજી 4 દિવસ રહેશે વરસાદી માહોલ, વરસાદને પગલે ટ્રાફિકમાં ફસાયા લોકો

અમદાવાદ, અમદાવાદમાં મેઘરાજા મોડે વરસ્યા પણ મેઘરાજા આવ્ય ખરી. પણ વરસાદને પગલે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. મળતી માહિતી મુજબ ગઇ કાલે વેજલપુર,રાણીપ,સરખેજ સહિત બધા જ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને પગલે પ્રિ-મોન્સુન કામગીરીની પણ પોલ ખુલી હતી. એસ.જી હાઈવે પર વરસાદના કારણે ટ્રાફિક જોવા મળ્યો હતો અને ચાર થી પાંચ કલાક […]

Ahmedabad Top Stories Gujarat Trending
gir 1 અમદાવાદમાં હજી 4 દિવસ રહેશે વરસાદી માહોલ, વરસાદને પગલે ટ્રાફિકમાં ફસાયા લોકો

અમદાવાદ,

અમદાવાદમાં મેઘરાજા મોડે વરસ્યા પણ મેઘરાજા આવ્ય ખરી. પણ વરસાદને પગલે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. મળતી માહિતી મુજબ ગઇ કાલે વેજલપુર,રાણીપ,સરખેજ સહિત બધા જ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને પગલે પ્રિ-મોન્સુન કામગીરીની પણ પોલ ખુલી હતી.

એસ.જી હાઈવે પર વરસાદના કારણે ટ્રાફિક જોવા મળ્યો હતો અને ચાર થી પાંચ કલાક મુશળધાર વરસાદના કારણે ટ્રાફિકમાં લોકો ફસાઇ ગયા હતા.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત નજીક આવતાની સાથે રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 49 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાત પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ નબળી પડી ગઇ છે. જેથી સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે કે વરસાદનું જોર ઘટશે.

દક્ષિણ ગુજરાતમાં હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ઉતર ગુજરાતમાં 25 જુલાઈએ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

નારણપુરા, ગુરુકુળ, એસજી હાઇવે, બોપલ, શિલજ, આનંદનગર, પ્રહલાદ નગર, વેજલપુર, વાસણા, રામદેવનદર અને સોલા સહિત સમગ્ર અમદાવાદમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. વરસાદને કારણે ઠેર -ઠેર પાણી ભરાતા રસ્તાઓ પર ગાડી અને બાઈકોની લાંબી કતારો લાગી હતી. વેજલપૂર વિસ્તારમાં ભારે વરસાદના કારણે જીવરાજ પાર્ક પાસે ભુવો પડ્યો હતો. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.