શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા સાથે છેડતીની ઘટના બની છે. મહિલા તેના ઘરમાં સૂતી હતી ત્યારે મકાન માલિકનો પુત્ર ઘરમાં ઘુસી ગયો અને બાદમાં પરિણીતાને “તું બહુ સારી લાગે છે અને હું તને બહુ પ્રેમ કરું છું” કહીને છેડતી કરી હતી. નવાઈની વાત એ છે કે મકાનની એક બારીની ચાવી મકાન માલિક રાખતા હતા અને તે ચાવીથી જ બારી ખોલી આ છેડતી બાજ ઘૂસ્યો હતો. સમગ્ર મામલે ગોમતિપૂર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા સાજેદાબાનુ અન્સારી ના ભાડાના મકાનમાં છેલ્લા છ મહિનાથી રહે છે. તેના પરિવારમાં તેનો પતિ અને પાંચ વર્ષનો પુત્ર છે. આ મહિલાનો પતિ કલર કામ કરે છે અને હાલ મહિલાને ત્રણ માસનો ગર્ભ છે. તેના મકાન માલિકનો એક છોકરો અઝરુદ્દીન અન્સારી છે.
ગત ૧૫મી મે ના રોજ બપોરે આ મહિલા ઘરની બાજુમાં આવેલા લીમડાના ઝાડ નીચે સુતી હતી અને બાદમાં તડકો આવતા ઘરની અંદર સૂવા જતી રહી હતી. બાદમાં ઘરમાં ખાટલા ઉપર આ મહિલા સુતી હતી અને તેના ઘર નો આગળ નો દરવાજો ખુલ્લો હતો.